________________
ઇષ્ટદેવને નમતા હોય તેમ ઘડીભર એ નમી રહ્યા. પછી એમણે એક ગોઠણ ઊંચો કર્યો, ખભેથી ધનુષ્ય ઉતાર્યું, પીઠ પરના ભાથામાંથી તીર ગ્રહ્યું અને કાન સુધી પ્રત્યંચા ખેંચીને તીર છોડ્યું!
કમલરજથી સુરભિત સરોવર પરથી આછો ટંકારવ કરતું એ તીર આગળ વધ્યું. પદ્યપરાગ પીવા અહીંતહીં ઘૂમતા ભ્રમરવૃંદની વચ્ચેથી એ આગળ ધપ્યું. પોતાની રૂપેરી પાંખો પ્રસારીને જતા હંસો સાથે રવ કરતું એ વધારે આગળ ચાલ્યું. અને છેવટે હિમાચળદેવના દ્વાર પર જઈને ભૂમિમાં ફણાથી ખૂંતી ગયું અને દરમાંથી ડોકું કાઢીને ડોલતા ફણીધરની જેમ ડોલી રહ્યું
એકાએક રવ ઊઠ્યો: જય જય નંદા ! જય જય ભદ્દા !
નટરાજની મધુર મૂર્તિ શો હિમાચલદેવ તરત બહાર આવ્યો. એણે તીર લીધું, વાંચ્યું ને મિષ્ટ સ્વરે સાદ કર્યો :
અરે યક્ષો, રે ગંધર્વો, રે કિન્નરો, યક્ષપત્નીઓ, ગંધર્વવધૂઓ ને કિન્નર કન્યાઓ ! આવો, શીધ્ર આવો ! પૃથ્વીનો સ્વામી ભરતદેવ પૃથ્વીને સનાથ કરતો આપણે આંગણે આવ્યો છે. ચાલો એને વધામણે !”
સાદ સાંભળીને દેવભૂમિમાં રહેનારા આ અલબેલા આવો દોડી આવ્યા. કોઈના દેહ પર વસ્ત્ર જ નહિ દેખાય ! વસ્ત્ર ખરાં પણ દેવદૂષ્ય ! સુવર્ણ, રત્ન, મણિ, માણેકથી જ આખો દેહ મઢેલો ! દેહ પણ કેવો ગોરો ગોરો ! આંખો પણ કેવી કામણગારી ! ઓષ્ઠ પણ કેવા સુધાસંચિત !
ગયૂથોનાં ગંડશલોમાંથી વેરાયેલી મૌક્તિકોની આવલિ પર, કમળપુષ્પના ગુચ્છાઓથી અંતરના વર્તનને વ્યક્ત કરતાં એ સ્વાગતે આવ્યાં!
દેવનો ૧; તમિસા ગુફાને ખંડપ્રપાતા ગુફાના કૃતમાલદેવ ને નાટ્યમાલદેવના ૨. હિમાચલવાસી હિમવાન દેવનો ૧; વૈતાઢચ પર્વતના વિદ્યાધરોનો ૧; નવનિધાનના દેવનો ૧; રાજધાનીની દેવીનો ૧; અને રાજ્યાભિષેકનો ૧ – એમ ૧૩ અઠ્ઠમ કરે. ૬ ખંડમાં ૫ ખંડ અનાર્યના ને એક ખંડ આર્યનો; તેમાં પણ આર્યખંડના ૫,૩૨૦ દેશ છે, તેમાં રૂપો દેશ જ આર્ય. આ આર્ય ભૂમિમાં જ ધર્મ, તીર્થકર, ચક્રવર્તી,
વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ વગેરે જન્મ. અનાર્યખંડના ૫,૩૧૮ દેશ છે. ૧૪૬ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org