Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 170
________________ નાનાશા ડુંગર જેવડા દેહવાળા એ ભારે પ્રાણીને આવી ભૂમિમાં, આવા ચઢાવઢોળાવમાં ચાલવું મુશ્કેલ હતું. પણ સૈનિક કોનું નામ ! સૈનિકનો નિવૃત્તિ વિનોદ પણ પરિશ્રમ ને સાહસથી ભરેલો હોય છે. એ રસ્તો બનાવતા, ખાડાખડિયા પૂરતા, પાછળથી ટેકો આપતા આ ગજબાળને ધીરે ધીરે ઉપર લેતા ચાલ્યા. એમની ઇચ્છા શિલાઓ ઉપર ચઢી શકાય તેવો રસ્તો બનાવી ગજબાળને ધીરે ધીરે એક ઊંચા શિખર પર લઈ જવાની હતી. તે પછી ચઢવા માટે બનાવેલો શિલાઓનો રસ્તો કાઢી નાખી, એકાકી શિખર પર ગજબાળને ઊભું રાખી, સેનાને આનંદ સાથે અચરજ પમાડે તેવું આ દૃશ્ય દેખાડી રમૂજ આપવાની એમની મનોવૃત્તિ હતી. અરે ! એ વખતે આ ભોળા ગણપતિ દાદાની મૂંઝવણ કેવી હશે, એની કલ્પના પણ સૈનિકોને અત્યારથી હસાવી રહી હતી. શંકરપુત્ર ગજાનનને આ ભાવિ મુશ્કેલીનો કંઈ ખ્યાલ નહોતો. મીઠી મધ જેવી લતાઓની કૂંપળો ચરતાં ચરતાં એ પણ ગેલમાં આગળ વધ્યે જતા હતા. સૈનિકોએ ગોઠવેલા ચોરસ હિમખંડોના રસ્તા પર ઠમક ઠમક પાય મૂકતા એ ઉપર ને ઉપર કૂચકદમ કરતા હતા. આવી આનંદલહરીઓમાં સહુ ડોલી રહ્યા હતા. પણ ત્યાં તો એક હિમખંડ પર પગ ટેકવતા ગજભાઈ ચૂક્યા, લથડ્યા; લથડવા સાથે ગબડ્યા. એમને ગબડતા અટકાવવા ઘણા પ્રયત્ન થયા, પણ મૂળમાંથી ઊખડેલો એ નાનોશો ડુંગર ગબડતાં ગબડતાં એક હિમખીણમાં જઈ પડ્યો. એ આનંદી જીવથી વેદનાની કારમી ચીસ પડાઈ ગઈ. સૈનિકોને હસવામાં હાણ થઈ ગઈ. એ જાણતા હતા કે મહારાજ ભરતદેવ ને સેનાપતિજી પ્રાણીઓ તરફ ભારે લાગણીવાળા હતા. એમાં પણ ગજ, અશ્વ, ગાય કે વૃષભ પર તો એમને પેટનાં જણ્યાનું હેત હતું. એવાં પ્રાણીઓને બે ઘડીની મોજ ખાતર નિરર્થક ત્રાસ આપ્યાના ખબર મળે તો ભારે ઠપકો સહન કરવો પડે ! કર્તવ્યપરાયણ સૈનિકોને સ્વામીનો ઉપાલંભ દેહાંતદંડથી પણ વિશેષ વ્યથા પહોંચાડતો. દસ-બાર સૈનિકો ગજબાળને કાઢવા ખીણમાં ઊતર્યા. આજુબાજુના શિલાખંડો તેઓ દૂર કરવા લાગ્યા, પણ એ પ્રાણી તો બિચારું બરફમાં ઊંડું ને ઊંડુ ઊતરતું ચાલ્યું, એની રમતિયાળ આંખોમાં કરુણાજનક વેદના ઊભરાઈ આવી ! સૈનિકો પુરુષાર્થમાં પાછો પગ માંડે તેવા નહોતા. એમણે એ હિમખીણ સ્ત્રીરત્ન ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234