________________
એમના સો પુત્રોમાં હું યેષ્ઠ પુત્ર છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સીમાઓની રાજલક્ષ્મીનો હું એકમાત્ર સ્વામી
મેં સમસ્ત દેવ, વિદ્યાધર, વ્યંતર ને નૃપતિઓને વશ કર્યા છે. હું માનવતાના શિરોમણિ કુલકર વંશનો વારસ છું. ‘આવા ભરતની સેનામાં ૧૮ કરોડ ઘોડા ને ૮૪ લાખ હાથી છે.
આવા ભરતને વશવર્તી ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ અને ૩૨ હજાર દેશો છે.
‘આવા ભરતના ચરણને ૧૮ હજાર મ્લેચ્છ રાજાઓ સદા સેવે છે.
આવો મહાન ચક્રવર્તી ભરત,. જેણે આખી પૃથ્વી હસ્તામલકવત્ કરી છે, જે નાભિરાજાનો પોત્ર, ભગવાન ઋષભદેવનો પુત્ર છે. છ ખંડ પૃથ્વીનો શાસ્તા છે, એ દિગ્વિજય કરતો કરતો આ અતિ દુર્ગમ પર્વતશૈલ પર આવીને પોતાની ચક્રવર્તીની કીર્તિને અંકિત કરી ગયો છે.
એ અસિ, મસિ ને કૃષિના યુગધર્મના પ્રવર્તક, દયા, દાન ને દેવતના ઉપદેશક ભગવાન વૃષભધ્વજનો પુત્ર છે. એનું એકલાનું બળ છ ખંડના મનુષ્યો, પશુઓ ને દેવાદિકોમાં જેટલું હોય છે, એનાથી પણ વિશેષ છે. એ નૃત્યશાસ્ત્રનો શિરોમણિ અને નીતિશાસ્ત્રનો પારંગત છે.
‘એ લખે છે – લખાવે છે કે કર્યાનો ગર્વ નિરર્થક છે; થયાનો સંતોષ સાર્થક છે. દિગ્વિજયો કરતાં ધર્મવિજયો મહાન છે. મારા સરખો જે કોઈ ચક્રવર્તી ભવિષ્ય કાળમાં અહીં આવે, એ અહીં પોતાના ગર્વને નિરર્થક જાણી ધર્મવિજયનો વિચાર કરે.' ભરતદેવ બોલતાં થોભ્યા.
“મહારાજ ! એટલું લખો કે આ શિખરને હવેથી ભરતકૂટ નામથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. એથી સૂર્ય ને ચંદ્ર ચમકે ત્યાં સુધી ભરત-કીર્તિ વિસ્તરતી રહે !' મત્રીરાજે કહ્યું.
કાકિણીરત્ન એ લખવા જેવો હસ્ત ઉઠાવ્યો કે ભરત મહારાજે એને રોકીને કહ્યું : “મંત્રીરાજ ! રાજસત્તા તો ક્ષણભંગુર છે. ધર્મ ચિરંજીવ છે રાજચક્રનું મહત્ત્વ નથી, ધર્મચક્ર જ સત્ય છે. લખો કે અનેક ચક્રવર્તીઓ આવ્યા ને એમનાં નામ આ પૃથ્વી પાટ પરથી સદાને માટે ભૂંસાઈ ગયાં. પણ જે ૧૫ર ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org