________________
આ પછી સિંધુ નદીનો જળપ્રવાસ કરતાં કરતાં હિમવાન પર્વત સુધી પહોંચેલા આ ભારતી સંઘમાં નવા સેનાપતિ જયકુમારે સહુથી વિશેષ સગવડ કોઈને આપી હોય તો આ સ્ત્રી-સંઘને !
વાદળથી વાતો કરતો, મૃત્યુના અનંત હાસ્ય સમો, હાડ થિજાવતો હિમવાન પર્વત દેખાયો. હાડ થિજાવી દે એવા ઠંડા પવનના સુસવાટા બોલવા લાગ્યા.
એ રાતે શેકતાપનાં સાધનો આ સુંદરીવૃંદ પાસે પહોંચ્યાં, ત્યારે એણે કહ્યું : “અહીં શિશિર કેવી ને શીત કેવી ! આ સાધનો અમારે તો નિરર્થક છે. અમારા સાહ્યબાની સાથે રમત રમતાં વાતવાતમાં રાત ટૂંકી થઈ જશે. શીતઉષ્ણતાથી પીડાતા અન્યને એ પહોંચાડો !'
જયકુમારે જોયું કે એ પ્રેમદીવાના વૃંદને ખરેખર કોઈ ગરમ રાખી રહ્યું હતું. એની અશ્રદ્ધા પણ શ્રદ્ધામાં પરિવર્તિત થઈ ગઈ. દુનિયાનું એક ગુપ્ત રહસ્ય એ દિવસે એ પામ્યો.
૧૪૪ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org