________________
પરાજિત બન્યા, પરાજિત વિજેતા બન્યા. પરાજિત બનેલી અમને એક દિવસ એણે જ પોતાનું નામ આપ્યું !” ‘નામ આપ્યું? શું નામ આપ્યું?” સુષેણે ઇંતેજારીમાં પૂછ્યું.
ભરત.” કોણ ભરત ?”
છ ખંડના સ્વામી ભરત–એ અમ સહુના સ્વામી ! રે, અમે પ્રેમદિવાની !' સુંદરી સાહજિકતાથી બોલી. એના બોલમાં કવિતાના ભાવ ભર્યા હતા.
નામ દેવું હોય તો ભલે દો. સારાનાં સો સગાં, પણ વ્યર્થ આવી તોછડાઈ શા માટે ? મહારાજ ભરતદેવ ચક્રવર્તી કહો ને?' સેનાપતિએ ઠપકામાં કહ્યું.
“અમારી સૃષ્ટિમાં વિવેકનો દંભ નથી ચાલતો. તું! તું! તુંહી તુંહી ! કેવો પ્યારો શબ્દ ! સુષેણ, સમર્પણવાળું હૈયું પામવા તમારે સ્ત્રી બનવું પડશે. સ્ત્રીનો અવતાર લેવા ન જાણે કેટલા ભવ તપ કરવું પડશે !'
સુષેણને સ્ત્રીના આ પ્રેમદીવાના સ્વભાવની મોહિની લાગી ગઈ. એને પણ ખાતરી થઈ કે સ્ત્રી છે, તો આ સુખદ સૃષ્ટિ છે! પુરુષ જીતી શકે છે, કચડી શકે છે, પણ એક ફૂલને પણ ખીલવી શકતો નથી. હારીને જીતવાનું, કરમાઈને ખીલવાનું, અર્પણ કરીને અમર થવાનું તો સ્ત્રી પાસે જ છે !
આ સુંદરીઓએ કહેલી કોઈ વાત સેનાપતિ સુષેણથી અસંભાવ્ય માની શકાય તેમ નહોતું. તત્કાળ તો એણે પણ એ સહુ કમલિનીઓના એક સૂર્યપુરુષ તરીકે ભરતદેવનો સ્વીકાર કરી લીધો. પણ થોડી વારે વળી ભ્રમ જાગ્યો. શાંત સરોવરમાં મોટો પથ્થર નાખતા હોય તેમ એ બોલ્યા :
“ભરતદેવનું નામ આપો છો, પણ એ તમારો ભ્રમ લાગે છે. કોઈ દેવ, વ્યંતર કે વિદ્યાધર હશે – એ આવાં રૂપો સહેલાઈથી સર્જી શકે ! ભરતદેવ તો રાત-દિવસ સેનાની ને શાસનપ્રચારની ચિંતામાં જ પડ્યા છે. આવા રસવિહારો માટે તો એમને એક પળ પણ મળવી અશક્ય છે.'
“ભ્રમ ! સૃષ્ટિમાં ભ્રમ જ મુખ્ય હોય – ધન એક ભ્રમ, વૈભવ બીજો ભ્રમ, સત્તા ત્રીજો ભ્રમ, આ મારું આ તારું એ ચોથો ભ્રમ, આ નાનું આ મોટું એ પાંચમો ભ્રમ, એમ અનેક ભ્રમ જ જ્યાં સત્ય તરીકે સ્વીકારાતા હોય ત્યાં અમારી સૃષ્ટિના સત્યો તમને ભ્રમ જ લાગે એમાં નવાઈ શી ? પણ ઓ ભલા સેનાપતિ ! સ્ત્રીને પોતાના પતિ-પુત્રની ઓળખાણમાં પણ ભ્રમ જાગે ખરો કે ? ૧૪૨ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org