________________
‘તેઓએ કોઈ દેવની મદદ લીધી હોય. દેવો પણ અનેક પ્રકારના હોય છે ને ! કેટલાક માનવમાત્રના વિરોધી. કેટલાક માનવના મિત્ર ને માનવ તરફ પ્રેમભાવવાળા ! માનવવિરોધી દેવોએ આમાં સાથ આપ્યો હોય એમ લાગે છે. તેઓ બનાવટી વરસાદ વરસાવવાની હિકમત જાણતા હોય છે.'
ભરતદેવ વિચારમાં પડી ગયા : અરે ! ભલભલા દેવોને નમાવનાર ને અનેક દેવોને મિત્ર માનીને ચાલનાર મને જ શું દેવો નષ્ટભ્રષ્ટ કરવા ઇચ્છે છે?
ત્યાં વાદળની ગર્જનાની વચ્ચે ફરી રોમાંચક અટ્ટહાસ્ય સંભળાયું. ભલભલાનાં મોતિયાં એણે મારી નાખ્યાં.
ભરતદેવનો સીનો એકદમ ખેંચાઈ ગયો. આંખમાં પ્રલયનો અગ્નિ જ્વાલા નાખી રહ્યો આકાશને ભેદવા ઊઠનાર ભાલાની જેમ અટલ નિશ્ચયમાં એમનું મસ્તક ઊંચે ઊઠી ગયું. એમણે ભયંકર શબ્દોમાં કહ્યું :
મંત્રીરાજ! તમે સત્ય કહ્યું. નક્કી કોઈ દેવોએ આ ષડ્યુંત્ર રચ્યું છે. મારો સુષેણ મરણપથારીએ પડ્યો છે ને આ લોકોને આવી દુષ્ટ રમત સૂઝે છે ! હજી એમણે મારા હાથ નથી જોયા લાગતા ! દેવ હો, વિદ્યાધર હો, વ્યંતર હો, જે હો તે જાણી લે કે પૃથ્વીનો પહેલો ચક્રવર્તી ભરત એમને સસ્તા નહિ છોડે ?
આ શબ્દો નહોતા, પણ પૃથ્વીને પ્રજાને તેવા ભડકા હતા. એમના પગ લોહથંભ જેવા ટટાર થઈ ગયા. હાથમાં પ્રલયંકર વેગ ભરાવા લાગ્યો. નસેનસ ફૂલી ગઈ. ભરતદેવ જાણે જ્વાળામૂર્તિ બની ગયા. ઓષ્ટ સજ્જડ રીતે બિડાયા. ગળું પર્વત જેવું કડક થયું. એમણે એક કદમ પાછું ભર્યું. એક આગળ ભર્યું. એક હાથ લંબાવ્યો ને જરા ઝૂક્યા; ઝૂકતાંની સાથે પાસે પડેલા ચક્રને હાથ પર લીધું. અને એને ધીરેથી આંચકો આપ્યો, નિશ્ચલ ચક્ર જરા ચલ બન્યું.
ખણણણ કરતો ભયંકર રવ પેદા થયો. ચક્ર એક આંટો ફર્યું, બીજો આંટો ઘૂમ્યું, ને વાદળની ગર્જના સામે જાણે હજારો શેષનાગ પોતાના હૂંફાડા ફેંકી રહ્યા.
ચક્રનો રવ ભયકારક રીતે વધી રહ્યો ને એની સામે ન ધારી રીતે મેઘગર્જના શિથિલ થઈ ગઈ. પડું પડું થતી વીજળી આકાશમાં થંભી ગઈ, ને પોતાના પેટાળમાં હજારો વીજળીનાં વલયો સંઘરનારું ચક્ર સન સન કરતું વેગીલું બની ઘૂમવા લાગ્યું ! ચારે તરફ પોકાર પડી રહ્યો કે જીવમાત્રનું મોત હવે જાગ્યું છે. ચક્ર આવે છે. સાવધ રહો! ૧૨૮ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org