________________
‘હા સ્વામી ! એનું કારણ એ છે કે એ શાસન પિતાજીનું પ્રવર્તાવેલું છે.’
ધન્ય, મંત્રીરાજ ! તો હવે શાસનપ્રચાર માટે હું વૈતાઢચની દુર્ગમ ગિરિમાળને ભેદવા ઇચ્છું છું. એ પ્રસંગે મારા અંગત સુખનો વિચાર તમને તમારા ધર્મથી ચ્યુત કરે, ને ધ્યેયથી ભ્રષ્ટ કરે, એમ હું ન ઇચ્છું. તમે તો ફક્ત શાસનનો જ વિચાર કરો. ઉત્તર ભરતખંડને જીતવાનું કામ કપરું છે. એ માટે બે પ્રકારની તૈયારીઓ કરવી પડશે.’ ભરતદેવે કહ્યું.
‘હા, પ્રભુ ! એક તૈયારી તે વૈતાઢ્ય પર્વતના દ્વાર સમી મિસ્રા ગુફામાં પ્રવેશવાની, અને બીજી તૈયારી તે સિંધુના દક્ષિણ નિષ્ફટોને જીતવાની. પહેલાં કયા કાર્યનો આરંભ કરવો તેનો વિચાર કરવાની જરૂ૨ છે.’
મંત્રીરાજ ! કામ કઠિન હોય ત્યાં કાર્ય પણ ત્વરિત થવું જોઈએ. સમયનો અતિવ્યય કાર્યને વધુ કઠિન બનાવે છે. માટે બહુ વિલંબ સારો નહિ. બંને કામ સાથે ઉપાડવાં જોઈએ. દક્ષિણ નિષ્કૃટો સાધ્યા વગર તમિસ્રા ગુફામાં પ્રવેશ નિરર્થક છે. આપણે ગુફા-પ્રવેશ માટેની તૈયારીઓ કરીએ, ને સેનાપતિ સુષેણ દક્ષિણ કૂટોનાં મ્લેચ્છ કુલો પર વિજય કરવા જાય.’ ભરતદેવે કહ્યું.
આ સાંભળી વચ્ચે કૃતમાલદેવે કહ્યું : “સ્વામી, દક્ષિણસિંધુ નિષ્કુટના મ્લેચ્છો ભારે ક્રૂર, દગાબાજ ને છદ્મવેશી છે.’
સેનાપતિ સુષેણ તેને પૂરો પડે તેવો છે. દુષ્ટોને દંડ દેવામાં એ યમરાજ જેવો છે !' મહામંત્રીએ સેનાપતિરત્નના સ્વાભાવિક રીતે વખાણ કર્યાં.
થોભો, મહામંત્રીજી ! ભરત-શાસનનો તમે જ આવો અર્થ કરશો, તો પછી હું બીજાને શું કહેવા જઈશ ? આપણું શાસન ધર્મરાજનું છે, યમરાજનું નહિ ! વૈદ કડવી દવા આપે છે, ખાધેલું વમન કરાવે છે, પેટમાં પડેલાનું રેચન કરાવે છે, સડેલાં અંગ પર શસ્ત્ર ચલાવે છે, પણ એ બધું શા માટે કરે છે ?”
રોગીના કલ્યાણ માટે.' મહામંત્રીએ જવાબ આપ્યો. ભરતદેવની નીતિચર્ચાભરી આવી પ્રશ્નોત્તરીથી એ ટેવાયેલા હતા.
મા કદી કદી ક્રોધમાં આવી પુત્રનું તાડન કરે છે, એ શા માટે ?” ભરતદેવના સ્વરમાં જુસ્સો હતો. ‘પુત્રના શુભ માટે,’
૯૪ : ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org