________________
ભરતને એટલો સંદેશો આપો કે સંસારમાં સર્પ દેડકાને ગળે છે. દેડકો ગમે તેવો મોટો હોય, પણ સર્પને ગળી શકતો નથી. માટે, ઓ ભરત ! તારા પિતા તરફ અમને પૂજ્યવૃત્તિ હોવાથી ચેતાવીએ છીએ કે મૃત્યુચેષ્ટા જેવી આ બાલચેષ્ટા છાંડી દે ! માગધદેવ અજર, અમર ને અબાધિત છે.’
એક દૂત આકાશમાર્ગે તરત રવાના થયો. માગધદેવ કિનારા પર ટહેલતો ટહેલતો કહેવા લાગ્યો :
અધીનતા ? માગધદેવે જીવનમાં કોઈની અધીનતા સ્વીકારી નથી.’ પૂર્વસમુદ્રના અધિવાસીઓ માગધદેવ સિવાય કોઈને પોતાના અધિપતિ તરીકે સ્વીકારતા નથી.’ સેનાપતિ બોલ્યા.
નથી દેવ, નથી વિદ્યાધર, નથી ભૂત, નથી પિશાચ - માત્ર એક માનવ ! જે આકાશમાં ઊડી ન શકે, જળમાં ડૂબી ન શકે, વનપર્વતમાં વિહરી ન શકે, અગ્નિને સ્પર્શી ન શકે, એવા નિર્બળ માનવનો આટલો ગર્વ ? એ શાસનની વાત કરે ? અધીનતાની વાત કરે ? નાના મોઢે કેટલી મોટી વાત કરે છે ? અને વળી તે વિદ્યાધરો, વ્યંતરો કે દેવોની સામે જેના પગ પખાળી પખાળીને
-
માનવજાત આજ સુધી જીવી છે ! મંત્રીરાજ ! તમે કેમ કંઈ બોલતા નથી ? અમે તો માત્ર લડનાર હાથપગ છીએ. અમારું મગજ તો તમે છો. બોલો, ભરત નામના એ માનવજંતુનો નાશ કરતાં મને કેટલી ક્ષણ લાગશે ?”
મહારાજ ! અપ્રિય લાગે તો ક્ષમા કરશો. મંત્રીનો ધર્મ છે કે કટુ હોય તોપણ સત્ય કહેવું. ભગવાન ઋષભદેવનું શાસન અભેદ્ય છે. એ પ્રીતિશાસન છે. અનેક દેવ-વિદ્યાધરોએ એ સ્વેચ્છાથી સ્વીકારેલું છે. કેટલાકોએ એને પડકારીને પ્રમાણ્યું છે. કેટલાકે એનો પ્રથમ તિરસ્કાર કરીને પછી શિરસાવંદ્ય કર્યું છે. વહેલું કે મોડું, મને કે કમને, પ્રેમબળથી કે ભયબળથી, પણ જેણે જેણે સ્વીકાર્યું છે, એ સુખી થયા છે. તેઓની પછી ભરતદેવ એમની ગાદીએ આવ્યા છે, એમણે માનવતાના શાસનનો પ્રચાર આરંભ્યો છે. એમને કોઈ દેવ, કોઈ વિદ્યાધર, કોઈ ભૂત, પ્રેત કે પિશાચ હરાવી શકશે નહિ.’
મંત્રીરાજ ! સર્પના કણાને શેષનાગનું રૂપ તો આપતા નથી ને ?” માગધદેવે કહ્યું.
મારા સ્વામીને હું અસત્ય ન કહું. મંત્રી તરીકે, આવી રહેલી આ સેના ૬૮ : ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org