________________
તરફ ઘણા વખતથી મારું લક્ષ છે. મેં એની ઘણી માહિતી મેળવી છે. એમણે ફેંકેલું એક સામાન્ય તીર ખેંચતાં પણ સ્વામીને પરિશ્રમ પડ્યો, તો યુદ્ધ નાનીસૂની વાત નથી ! વળી, ભરતદેવ શાસનનો પ્રચાર કરી કોઈની સ્વતંત્રતા હણવા નીકળ્યા નથી. એમને અધીન થનારો સર્વથી સ્વતંત્ર થશે ! ભરતદેવ જેના શિરછત્ર બન્યા એને દુનિયામાં કોઈ છછડી ન શકે. મહારાજ ! જરા આમ ઊંચે ચઢીને એમના સૈન્યને તો નિહાળો ! એ ધારે તો દરિયાને પૃથ્વી કરી શકે તેમ છે ! ખીણને સમતલ ભૂમિ કરી શકે તેમ છે! આમાં ગર્વ નકામો છે. કોઈને પણ હજી મનમાં હુંકાર રહેતો હોય, તો આવેલું તીર પોતાના ધનુષ્ય પર ચઢાવી, ફરી એ ભરતની છાવણી સુધી પહોંચાડે !'
મહામંત્રીના શબ્દોનો તિરસ્કાર કરતા ન હોય, તેમ તરત જ કેટલાક બળવાન યોદ્ધાઓએ, ભાથામાંથી તીર ખેંચ્યાં, ધનુષ્ય પર ચઢાવ્યાં ને ખૂબ ખેંચીને છોડ્યાં. પણ રે ! ચોથા ભાગ જેટલે પણ દૂર એ જઈ ન શક્યાં ! પૂર્વસાગરનાં જળ ઊછળી ઊછળીને જાણે એમનો ઉપહાસ કરી રહ્યાં. - દૂધના ઊભરા પર પાણી છંટાય ને એ શમી જાય એમ સર્વની શક્તિનો ગર્વ શમી ગયો. માગધદેવ ઊંચા વૃક્ષની ડાળ પર ચઢીને દૂર દૂર દૃષ્ટિ ફેરવી રહ્યો. ભરતદેવની અનન્ત વિસ્તારમાં પથરાયેલી વિશાળ સેના જોઈ એનું ચિત્ત શાંત બની ગયું.
પોતાનાથી વડેરી શક્તિને નિઃસંકોચ રીતે સ્વીકારવામાં એ વખતના સમર્થ પુરુષો શોભા સમજતા. નિરર્થક મિથ્યાભિમાની બની પોતે ખુવાર થવું ને પોતાનોને ખુવાર કરવાં, એ અધર્મ મનાતો.
માગધદેવે કહ્યું: “પ્રજાજનો ! મેઘગર્જના સામે નિષ્ફળ ગર્જના કરી માથું ફોડતા ઈર્ષાળુ કેસરી સિંહ જેવો હું નથી. જેઓનાં મસ્તકનું મૂલ્ય બેનમૂન મોતી કરતાં પણ વધુ છે, એ માથાને હું નિરર્થક હોડમાં મૂકનારો પણ નથી. ગંધહસ્તીના મદની ગંધથી જેમ અન્ય હાથીઓના મદ શાન્ત થઈ જાય છે, એમ મારો મદ આજે શાન્ત થઈ ગયો છે. દેવ કરતાં માનવ મોટો, એમ લાગે છે. ચાલો, સામે પગલે એમનું સ્વાગત કરીએ, એમના મિત્ર બનીએ સમર્થે સમર્થની મિત્રતા શોભે.” માગધદેવની આજ્ઞા થતાં બધા તૈયાર થઈ ગયા. થોડી વારમાં સાગરના
ચક્રવર્તી ભરતદેવ ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org