________________
અને વીજળી જેવી શોભતી જોડી જોઈને અંતરમાં ને અંતરમાં વિચાર કરતાં કે ભરતદેવ શા માટે સ્ત્રીરત્નનું નામ પ્રગટ કરવામાં વિલંબ કરે છે? શું હજી મહારાજાને આથી વધુ સુંદર કોઈ બીજું સ્ત્રીરત્ન લાવવું છે ? મહાદેવી સુંદરીથી વધુ કુશળ, તેજસ્વી, મનહર, મનભર સ્ત્રીરત્ન પૃથ્વી પર કયાંથી સાંપડશે ?
ઘણા કહેતા : “ભાઈ, મોટા માણસોની વાત મોટી હોય છે. આપણને જે વાત વગર દવે સૂઝે, એ એમને કેટલીક વાર હજાર દીવાના તેજમાં પણ સૂઝતી નથી ! મોટા દીવાનો મોટો પડછાયો.'
‘સાચી વાત છે. ઋષભપુત્રી મહાદેવી સુંદરીને જોઈએ છીએ, ને જાણે આપણાં મન, દેહ ને સકળ ચિત્તવ્યાપાર એના સ્મરણમાં પરોવાઈ જાય છે.” એક પ્રજાજને બંનેને જતાં જોઈને કહ્યું.
અરે! તમને ખબર નથી ? એ રાજહંસીને જોઈને બિચારા હંસ શરમાઈને માનસરોવરમાં જઈ રહ્યા છે. મહાદેવની પગની પાની નીરખી ત્યારથી એમને એમના લાલતંબોળ પગનું અભિમાન ઊતરી ગયું છે.” એકે સુંદરીની હિંગળોક વર્ણની પાની જોઈને કહ્યું.
વાહ ! શો શબ્દોનો આનંદ ! અરે ! જાણે સ્વાદિષ્ટ મધુ પીધું હોય તેટલો આસ્વાદ આવ્યો.
મેં સાંભળ્યું છે કે મહાદેવી જ્યારથી અરણ્યોમાં ફરી આવ્યાં છે, ત્યારથી હરણાંએ પોતાનાં નેત્રોનું અભિમાન છાંડી દીધું છે. એક માગધ પુરુષે પોતાની આંખો પટપટાવતાં કહ્યું.
આમ, અકસ્માતુ લોકકવિનો જન્મ થયો.
ભાઈ ! આ તો સાંભળેલી વાત છે. સાચી માનો તો ઠીક, ન માનો તો તમારી મરજી ! કહે છે કે દેવપૂજામાં મુકાતી કેળે-કદલીવૃક્ષે એક વાર દેવોને કહ્યું કે મહાદેવી સુંદરીના હસ્તને કદલીદળની ઉપમા અપાય છે, પણ લોકો એ જોઈને પછી અમને જુએ છે, ત્યારે અમારો તિરસ્કાર કરે છે. કહે છે કે આ તો ચંદ્ર ને આગિયાની ઉપમા થઈ. આ પછી તો કેળ બિચારી મહાદેવી સુંદરીના હસ્તની સુકોમળતા પ્રાપ્ત કરવા દર વરસે કાશી કરવત મુકાવે છે.* પણ, ભાઈ ! આ તો જનમ-જનમની સિદ્ધિ ! કેળ બાપડી એને શું પહોંચે ?” * કેળને દર વરસે કાપવી પડે છે, તો જ તે ફળે છે.
કવિ ને ચિંતકનો જન્મ પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org