Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वा सरिसो वा संजोयो ता दिज्जउणं पोटिला दारिया तेयलिपुत्तस्स तो भण देवाणुपिया ! किंदलामो सुक्कं तएणं कलाए मूसियारदारए ते अभितरठाणिज्जे gi gવે વથાણી)
હે દેવાનુપ્રિય! તમારી ભદ્રા ભાર્યાના ગર્ભથી જન્મ પામેલી તમારી પિઢિલા દારિકા અમાત્ય તેટલીપુત્રની ભાર્યા થાય આ જાતની માંગણી કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. હે દેવાનુપ્રિય ! તમે તેતલિપુત્રની માંગણી ઉચિત, શ્લાઘનીય અને પ્રશંસનીય માનતા હોય તેમજ એમ પણ તમને થતું હોય કે અમાત્ય તેતલિપુત્રની સાથે આ લગ્ન સંબંધ યોગ્ય છે તે તમે અમાત્ય તેતલિપત્રને પિટિલાદારિકા આપી દે અને એની સાથે તમે અમને એમ પણ જણાવી દે કે તમને અમે એના બદલ સન્માન પુરસ્કારના રૂપમાં શું આપીએ? આ રીતે તેઓ બધાની વાત સાંભળીને તે સુવર્ણકારના પુત્ર કલાદે આધંતર સ્થાનીય પુરૂષોને આ પ્રમાણે કહ્યું કે –
(एस चेव णं देवाणुप्पिया ! मम सुक्के जन्न तेयलिपुत्ते मम दारिया निमित्तेणं अणुग्गहं करेइ, ते अभितरवाणिज्जे पुरिसे विउलेण असणपाणखाइमसाइमेणं पुष्फवत्थ जाव मल्लालंकारेणं सक्कारेइ, सम्माणेइ, सक्कारित्ता, सम्माणित्ता पडिविसज्जेइ । तएणं ते कलायस्स मूसियारदारयस्स गिहाओ पडिनिक्खमंति, पडिनिक्वमित्ता जेणेव तेयलिपुत्ते अमच्चे, तेणेव उवागच्छति, उबाग-च्छित्ता तेयलिपुत्तस्स अमच्चस्स एयमढे निवेदंति )
હે દેવાનુપ્રિયે ! અમાત્ય તેતલિપુત્ર મારી દારિકાને સ્વીકારવા રૂપ જે મારા ઉપર દયા બતાવી રહ્યા છે તે જ ખરેખર મારા માટે સન્માન અને પુરસ્કારની જ વસ્તુ છે. એટલે કે તેઓ મારી પુત્રીને પોતાની પત્ની પત્ની તરીકે ઈચ્છી રહ્યા છે, એજ તેમના તરફથી મારા માટે સમાન અને પુરસ્કાર રૂપ છે. આ રીતે કહીને તે કલાદે આત્યંતર સ્થાનીય પુરૂષને વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાઘથી અને પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી ખૂબ જ સરસ રીતે સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું. સત્કાર અને સન્માન કર્યા પછી તેણે તેમને વિદાય આપી. ત્યારપછી તે આત્યંતર સ્થાનીય પુરૂષે તે સુવાણ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૧૨