Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ Tોજાવવા ” ઈત્યાદિ–પરમતવાદીઓને પરાસ્ત કરવાને માટે ગન્ધહસ્તિ સમાન ચૌદ પૂર્વ ધારી, દશ પૂર્વધારી અને ના પૂર્વ ધારીએ આ પરોક્ષ વ્યવહારને આગમ રૂપે ઉપયોગ કરે છે. ૫
લ દોરું છf” ઈત્યાદિ–જેમ કયા રનનું કેટલું મૂલ્ય હોય છે તે ઝવેરી જ સારી રીતે જાણું શકે છે, એ જ પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાની પણ એ વાતને બરાબર જાણી શકે છે કે કયા અતિચારવાળે ક્યા પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ થાય છે તેથી તેઓ એગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તે અતિચારવાળાની શુદ્ધિ કરાવી શકે છે. ૬
આ રીતે જે મુનિ કેવળજ્ઞાન દ્વારા, મનઃ૫વજ્ઞાન દ્વારા કે અવધિજ્ઞાન દ્વારા અતિચારેને જાણીને, ચૌદ પૂર્વધારી કે દસ પૂર્વ ધારી કે નવ પૂર્વધારી હોવાથી અતિચારોની વિશુદ્ધિને માટે જે પ્રાયશ્ચિત દે છે, તે પ્રાયશ્ચિતદાનને આગમ વ્યવહાર રૂપ માનવામાં આવે છે.
હવે શ્રત નામનો વ્યવહારને જે બીજે ભેદ છે, તેનું સ્વરૂપ સૂત્રકાર પ્રકટ કરે છે-“જાદર જ નિરસુત્તિ” ઈત્યાદિ––જે મુનિ બૃહત્ક૫ સૂત્રની તથા પ્રાયશ્ચિત્તવિધિમાં સ્પષ્ટ વિચારયુક્ત વ્યવહાર સૂત્રની તથા “અપિ” શબ્દના અર્થવાળા “ભાવ” પદથી ગૃહીત નિશીથ સૂત્રની અને દશાશ્રત સૂત્રની નિર્યુક્તિને અર્થરૂપે જાણે છે, તે મુનિ વ્યવહારી કહેવાય છે. ૭
વાડ જીતનતે ” ઈત્યાદિ–તે વ્યવહારીનું જ અનુસરણ કરીને જે મુનિજન અતિચારેની વિશુદ્ધિને માટે શ્રુક્તિનું અનુસરણ કરીને જે પ્રાયશ્ચિત્ત દે છે, તે પ્રાયશ્ચિત પ્રદાન રૂ૫ વ્યવહારને વીતરાગીએ કૃતવ્યવહાર કર્યો છે. | ૮ |
“અરબ્બો તારવી” ઈત્યાદિ-હવે આજ્ઞા નામના ત્રીજા વ્યવહારનું સ્પષ્ટીકરણ આવે છે કે તપસ્વી ચાલવાને અશક્ત બની ગયે છે. તેથી તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૪