Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પીડાઈ રહ્યો છે. તેથી તે સખલિત, મિલિત અને ઉપાલંભ ચૂક્ત શબ્દો દ્વારા જાણે કે મને આડકતરી રીતે એવું કહી રહ્યો છે કે “હે દુષ્ટ શિષ્ય ! તું તારા કર્તવ્યમાર્ગમાંથી ચલાયમાન થઈ રહ્યો છે. ” જે કે હું તે મારા કયમાંથી બિલકુલ ચલાયમાન થયો નથી, છતાં પણ તે મને વારંવાર ટકોર કરતે રહે છે અને ઠપક અને ધમકી આપતે રહે છે. બોલતી વખતે પણ હું ઘણી સાવધાનીથી પ્રત્યેક શબ્દને અસંમિલિત કરીને સ્પષ્ટ રૂપે બોલું છું, છતાં પણ તે મને કહે છે કે હે દુષ્ટ શિષ્ય ! તું મિલિત (અસ્પષ્ટ) શદે બેલે છે. બીજા સાધુઓ પણ તેને મારી સાથે આવું વર્તન ન રાખવા સમજાવે છે પણ તેઓ તે માનતા જ નથી, અને હાથ ઊંચે કરી કરીને મને શિખામણે આપ્યા જ કરે છે, ટક ટક કર્યા કરે છે અને એ રીતે મને ખાટી દખામણી કરે છે. હું તે એમ જ માનું છું કે તેઓ કષાયના ઉદયને વશવત થઈને આ પ્રકારનું વર્તન મારી તરફ બતાવે છે. હું પણ ધારું તે તેમની સાથે એવું જ વર્તન બતાવી શકું છું. પરંતુ હું તે સમાચારીના નિયમ પ્રમાણે ચાલનાર છુંતેથી આ બધું સહન કરી લઉં છે અને તેમને એક શબ્દ પણ કેહતા નથી પરંતુ હવે હું એવું કરીશ કે જેથી મારી લઘુ દીક્ષા પર્યાય હોવા છતાં પણ તે મારા કરતાં લઘુ ગણાય. આ પ્રમાણે તે લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુએ નિશ્ચય કર્યો. ત્યાર બાદ કોઈ એક દિવસે તે મુલક અને તે રોનિક ભિક્ષાચર્યા માટે નીકળ્યા ભિક્ષાચર્યા કરતાં કરતાં ક્ષુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા તે બન્નેએ વિચાર કર્યો કે ચાલે આ વ્યન્તરાયતનમાં–લતામંડપમાં જઈને આહાર પણ કરી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેઓ ત્યાં જઈને બેસી ગયા. એ વખતે તે ક્ષુલ્લકે કઈ એક આર્યાને (સાધ્વીજીને) તે બાજુએ આવતાં જોયાં. તેમને જોઈને તે ભુલકના મનમાં એ વિચાર આવ્યું કે આજે આ સાધુનું વેર વાળવાને સુંદર મેકે હાથ આવ્યો છે”—
આ પ્રમાણે વિચાર કરીને તે ક્ષુલ્લકે તે પર્યાય જયેષ્ઠ સાધુને કહ્યું કે આપ ડે આહાર કરી લે અને પાણી પી લે. ત્યાં સુધીમાં હું ઠલ્લે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૭