Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાય છે, તેથી સમસ્ત વસ્તુએ સત્તા માત્ર રૂપ છે, તે કારણે આ સત્તા વિનાના કાઈ પણુ વિશેષ રૂપ પદાથ નથી. જો ઘડાને સત્વ રૂપ ધર્મથી રહિત માનવામાં આવે તે તે સદ્ધિશિષ્ટ ( સયુક્ત) નહીં હોવાને કારણે અભાવરૂપ જ થઈ જશે. અને જો તેને સત્ય રૂપ ધમથી અભિન્ન (યુક્ત ) માનવામાં આવે તે તે તેનાથી અભિન્ન હાવાને કારણે સ્વયં સગ્રૂપ થઈ જશે. એ જ પ્રમાણે પટાદિના વિષયમાં પણ સમજી લેવું. તેથી એ વાત માનવી જ પડે છે કે ‘સત્’ આ પ્રકારે કહેતા સમસ્ત પટ્ટામાં “ આ સત્ છે, આ સત્ છે ” આ પ્રકારના સત્તાનુગત પ્રત્યય ( અનુભવ ) થાય છે અને તે સમસ્ત પટ્ટાથ સત્તાત્મક ( અસ્તિત્વ યુક્ત) છે એ વાતની પુષ્ટિ કરાવે છે. આ સત્તા સામાન્ય રૂપ સ’ગ્રહનયના નીચે પ્રમાણે એ પ્રકાશ છે. (૧) પર સ`ગ્રહ અને (૨) અપર સ'ગ્રહ.
જે સ ́ગ્રહ અશેષ વિશેષામાં ઉદાસીન બનીને સત્માત્ર શુદ્ધે દ્રવ્યને માને છે, ગ્રહણ કરે છે, તેને પર સંગ્રહનય કહે છે. જેમકે—“ સત્ની વિશેષતાની અપેક્ષાએ આ વિશ્વ એક સત્તા રૂપ છે,
"" આ કથન તથા
""
જે સ‘ગ્રહનય દ્રવ્યત્વ આદિ અવાન્તર સામાન્યાને માનતા થકા તેમના ભેદૅમાં ગુજનિમીલિકાભાવ (ઉપેક્ષા ભાવ ) રાખે છે, તેમને ગૌણ માને છે, તે સગ્રહનયને અપર સંગ્રહનય કહે છે. જેમકે અભેદની અપેક્ષાએ ધમ, અધર્મ, આકાશ, કાળ, પુગલ અને જીવ એ બધામાં એકતા છે, ” આ પ્રકારનું કથત સંગ્રહનયના વિષયભૂત સામાન્યમાં ભેદવુ કથન કરનારા જે નય છે તેને વ્યવહારનય કડે છે. અથવા સામાન્યને અપલાપ કરનારા જે નય છે તેને વ્યવહારનય કહે છે અથવા વિશેષાના આધાર લઈને વસ્તુને વ્યવહારપથમાં લાવનારા જે નય છે તેને વ્યવહારનય કહે છે,
કહ્યું પણ છે કે ‘વવદરાં વહ્યું ” ઇત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૭