Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 286
________________ ચારિત્રની શુદ્ધિ કરનારી અને ચારિત્રની શુદ્ધિ કરાવનારી કંઈ પણ વ્યક્તિ અમને દેખાતી જ નથી, તેથી તીર્થ જ્ઞાનદર્શન વડે જ ચાલે છે. આ પ્રકારની વાત સાંભળીને ગૃહીત ચારિત્રવાળો માણસ પણ ચારિત્રથી વિમુખ થઈ જાય છે, તે ચારિત્રગ્રહણ કરવાની (પ્રવજ્યા અંગીકાર કરવાની) ઉત્કંઠાવાળા માણસની તે વાત જ શી કરવી! તેઓ ચરિત્રગ્રહણ કરવાનો વિચાર જ માંડી વાળે, તેમાં કશું નવાઈ પામવા જેવું નથી. તે કારણે આ પ્રકારની કથાને ચારિત્રને ભેદનારી વિકથા કહી છે. સૂ. ૩૦ આચાર્યને સતિશયમનકા નિરૂપણ આગલા સૂત્રમાં વિકથાઓનું વર્ણન કર્યું. આ વિકથાઓમાં નિરત સાધુ એ ને આચાર્ય રેકે છે, કારણ કે આચાર્ય સાતિશય હોય છે. તેથી હવે સૂત્ર કાર આચાર્યોના અતિશયેનું કથન કરે છે. * બાવરિય૩==ાયરસ f Tifસ” ઈત્યાદિ-(સૂ ૧૨). ટીકાથ-કેટલાક સાધુએના અર્થપ્રદાતા હેવાને કારણે આર્ચાય રૂપ ઉપાધ્યાયના ગણમાં અથવા આચાર્ય અને ઉપાધ્યાયના ગણના નીચે પ્રમાણે સાત અતિશે અતિશયે કહ્યા છે ઉપાશ્રયની અંદર પગને ઝટકારવાથી (ઝાપટવાથી) ચરણરજ ઉપાશ્ર. યમાં બેઠેલા માણસે પર પડવાને સંભવ રહે છે,” તે કારણે આચાર્ય શિષ્યોને એવી રીતે પગને ઝટકારવાની વારંવાર મના કરે છે. પરંતુ આચાર્ય પોતે જ જે અભિવ્યકિ-અભિગ્રહધારી પાસે અથવા અન્ય સાધુ પાસે પિતાના રજોહરણ વડે યતનાપૂર્વક પિતાના પગની પ્રમાજન કરાવે, તો તેઓ જિજ્ઞાસાના વિરાધક ગણાતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪ ૨૭૦

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316