Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 315
________________ કૃતિકાદિ સાત સાત નક્ષત્ર અનુક્રમે ચારે દિશાઓમાં લખવા જોઈએ. ત્યારબાદ અગ્નિકોણથી વાયવ્ય કેણુ સુધી એક રેખા દોરવી. તે રેખાને પરિધદંડ સમજ. આ પરિઘદંડથી આકૃતિના બે ભાગ પડી જાય છે. તે દરેક ભાગમાં ૧૪–૧૪ નક્ષત્રો છે. આ ૧૪ નક્ષત્રવાળા ભાગમાં ફરવામાં વાંધો નથી પણ પરિઘદંડને ઓળંગીને કદી પણ મુસાફરી કરવી નહીં. જે સૂ. ૫૦ છે દેવકે નિવાસભૂત કૂટાંકા નિરૂપણ દેવાધિકારની પ્રરૂપણા ચાલી રહી છે, તેથી હવે સૂત્રકાર દેવનિવાસ–ભૂત ફૂટની પ્રરૂપણ કરે છે- “વંગુરીવે ધીરે રોમાણે વવાર ત્રણ” ઈત્યાદિ–(સૂ. ૫૧) જબૂદ્વીપ નામને દ્વિપમાં આવેલા દેવકુઓની અપેક્ષાએ પૂર્વ દિશાના સૌમનસ વનમાં જે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વત છે, તે પર્વત પર સાત ફૂટ છે. તેમનાં નામ–(૧) સિદ્ધકુટ-આ ફૂટ મેરુ પર્વતની પાસે છે, અને દેવ વિશેષ રૂપ સિદ્ધોનું નિવાસસ્થાન છે. (૨) સૌમનસકૂટઆ ફૂટને અધિષ્ઠાતા સોમનસ નામને દેય છે, અને આ કૂટ પર તેના ભવને છે (૩) મંગલાવતી કૂટ-મંગલાવતી વિજય નામને દેવ આ કૂટને અધિષ્ઠાતા હેવાથી, તેનું નામ મંગલાવતી કૂટ પડયું છે. (૪) દેવકુરુ કૂટ-દેષકુરુ-દેવકુરુ નામના દેવથી અધિ ખ્રિત જે કૂટ છે તેને દેવકુરુ કુટ કહે છે. (૫) વાદેવી જે કુટમાં નિવાસ કરે છે, તે ફૂટનું નામ વિમલકૂટ છે (૬) વસ્તમિત્રા દેવી જ્યાં નિવાસ કરે છે તે કૂટને કાંચનટ કહે છે. (૭) દીપકુમારને ઉત્તર દિશાનો જે વિશિષ્ટ નામને ઇન્દ્ર છે તેનું નિવાસસ્થાન જે કૂટમાં છે, તે કૂટનું નામ વિશિષ્ટ કૂટ છે. તથા જંબુદ્વીપમાં જે દેવકુરુ છે, તે દેવકુરુઓની પશ્ચિમ દિશામાં જે ગન્ધમાદન પર્વત છે, તે પર્વતની ઉપર જે ગજદન્તના આકારને એક વક્ષસ્કાર પર્વત છે, તે પર્વત પર સાત ફૂટ કહ્યાં છે. તેમના નામ નીચે પ્રમાણે છે– (૧) સિદ્ધકૂટ-આ કૂટ મેરુની સમીપે છે. અને સિદ્ધ દેવ વડે અધિષ્ઠિત છે. (૨) ગન્ધમાદન-આ કૂટમાં ગન્ધમાદન દેવનું નિવાસ સ્થાન છે. (૩) ગબ્ધિ લાવતી કૂટ-આ કૂટ ગથિલાવતી વિજય ના મના દેવ વડે અવિછત છે. (૪) ઉત્તરકુરુ કૃટ આ કૂટ ઉત્તરકુરુ નામના દેવ વડે અધિતિ છે. (૫) સ્ફટિક કટ-અલેકમાં રહેનારી જે ભાશંકરા ના મની કિકુમારી છે, તેમનું નિવાસસ્થાન ફટિક ફૂટ છે. (૬) લેહિતાક્ષ કુટ- અલકમાં રહેનારી ભગવતી નામની દિકકુમારીના નિવાસથી આ કૂટ યુક્ત છે, (૭) આનન્દ કુટ-આ ફૂટ આનન્દ નામના દેવના નિવાસસ્થાનથી યુક્ત છે. એ સૂ ૫૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૯

Loading...

Page Navigation
1 ... 313 314 315 316