Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 303
________________ (૪) મને વિનય વિનયને યોગ્ય સાધુઓ પ્રત્યે મનમાં સદ્દભાવ રાખવે, સુંદર અને સાત્વિક વિચાર કરવા અને ખરાબ વિચારોનો પરિત્યાગ કરે તેનું નામ મનેવિનય છે. એજ પ્રમાણે વાવિનય વિષે પણ સમજવું. (૭) લેકવ્યવહારના હેતુરૂપ અથવા લેકવ્યવહાર રૂપ જે વિનય છે તેનું નામ લેકેપચારવિનય છે. હવે સૂત્રકાર મન, વચન અને કાયના પ્રશસ્ત અને અપ્રશરત ભેદેના સાત-સાત પ્રકારનું કથન કરે છે-“ઉત્તરથમનોવિજ્ઞા” ઇત્યાદિ– સુંદર વિચારાત્મક અથવા સદ્વિચારાત્મક જે મને વિનય છે તેના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે-(૧) અપાપક (૨) અસાવદ્ય, અક્રિય, (૪) નિપકલેશ, (૫) અનાસકર, (૬) અક્ષપિકર અને (૭) અભૂતાભિસંક્રમણ. શુભવિચાર રૂપ જે માનસિક વિકલ્પ છે, તેને અપાપક મને વિનય કહે છે. અદત્તાદાન આદિ ૩૫ જે જગુસિત કર્મ છે, તેને સાવદ્ય ગણવામાં આવે છે. જે માનસિક વિચારધારામાં આ સાવદ્યનો આધાર લેવામાં આવતો નથી. તે પ્રકારની વિચારધારાને અસાવદ્ય વિનય રૂ૫ માનવામાં આવે છે. આ અસાવદ્ય માનસિક વિનય ચેરી આદિ ગહિત કર્મોના અવલંબનથી રહિત હોય છે. જે માનસિક વિચારધારાને વિષય કાયિકી ક્રિયા આદિ કિયાએ હેતે નથી, તે મને વિનય સાધુજનેને માટે કહે છે. આ પ્રક્રિય મને વિનય સાધુજનેને માટે અયોગ્ય એવી કાયિકી આદિ ક્રિયાઓથી વર્જિત હોય છે, નિરુપકલેશમને વિનય-જેના દ્વારા મનુષ્યનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે એવાં શેકાદિને ઉપકલેશ કહે છે જેનું ચિત્ત આ પ્રકારના ઉપકલેશથી રહિત હોય છે તેને નિરુપકલેશ કહે છે. શેકાદિ કલેશથી રહિત જે માનસિક વિચાર છે તેનું નામ નિરુપલેશ મનેવિનય છે. જે વિચારધારા જીવ રૂ૫ તળાવમાં કર્મરૂપ જલના આગમનના કારણ રૂપ હોય છે. કર્મબન્ધના નિમિત્ત રૂપ હોય છે, તેને આસકર કહે છે. એ स्था०-९१ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૭

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316