Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) મત્તાંગક, (૨) ભૃગ, (૩) ચિત્રાંગ, (૪) ચિત્રરસ, (૫) મ ગ , (ઈ. અનમ અને (૭) કલ્પવૃક્ષ. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
નીતિમર્યાદાના સ્થાપનારને કુલકર કહે છે. અતીત ઉત્સર્પિણીકાળમાં મધ્ય જબૂદ્વીપના ભરતવર્ષમાં મિત્રદામ આદિ સાત કુલકર થયા હતા.
બદ્રીપના ભરતફર્ષમાં વર્તમાન અવસર્પિકાળમાં વિમલવાહન આદિ સાત કક થઈ ગયા છે તે વિમલવાહન આદિ સાત કુલકરની સાત ભાર્યા એનાં નામ અનુક્રમે ચન્દ્રશા વગેરે હતા. જબૂદ્વીપમાં આવેલા ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં મિત્રવાહન આદિ સાત કુલકર થશે.
વિમલવાડન કુલકરના કાળમાં રહેતા લોકોને જનાદિ ઉપભેગને માટે ઉપયોગી એવાં સાત પ્રકારના ક૯પવૃક્ષની પ્રાપ્તિ થઈ.
(૧) મત્તાંગક-આનંદજનક પેયપદ. અહીં “મર” પદ વડે ગૃહીત થયા છે. અથવા આનંદદાયક પય વસ્તુ જ જેમના અવયવ છે એવાં આ દદાયક પદાર્થો ઉત્પન્ન કરનારા વૃક્ષને મત્તાંગક કહે છે. (૨) વિવિધ પ્રકારના ભંગાર આદિ પાત્ર આપનારાં વૃક્ષોને ભૂવૃક્ષો કહે છે. (૩) વિવિધ માલાઓ જેમાંથી બને છે એવાં વૃક્ષોને ચિત્રાંગ વૃક્ષો કહે છે (૪) જે વૃક્ષો મધુરાદિ વિવિધ રસના પ્રદાતા હોય છે તેમને ચિત્રરસ કહે છે. (૫) મણિમય ભૂષણેમાં જેઓ કારણભૂત હોય છે તેમને, અથવા મણિમય ભૂષણે દેનારાં જે વૃક્ષો હોય છે તેમને અહીં “મચંગ' પદ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે (૬) વિવિધ વસ્ત્ર પ્રદાન કરનારા વૃક્ષોને “અન” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમને અનગ્ન કહેવાનું કારણ એ છે કે તેઓ મનને વસ્ત્ર પ્રદાન કરીને તેમની નગ્નતાને ઢાંકવામાં મદદરૂપ બને છે. (૭) જે ક્ષે સકલ મનોરથ પૂર્ણ કરનારા હોય છે. ઈચ્છિત વસ્તુ આપ નારાં હોય છે, તે વૃક્ષોને કલ્પવૃક્ષે કહે છે. આ સાતે પ્રકારના કલ્પવૃક્ષે તે યુગના લોકોના ઉપભોગની સામગ્રી પૂરી પાડનારાં હતાં. આ સાતે પ્રકારના કઃપવૃક્ષોની ઉત્પત્તિ વિમલવાહન નામના પહેલા કુલકરના સમયમાં થઈ હતી સૂ ૧૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૮