Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રમ્યકર્ષક્ષેત્ર, અને (૭) મહાવિદેહક્ષેત્ર
જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વતે આવેલા છે–(૧) શુદ્ર હિસવાન (૨) મહહિમાવાન (૩) નિષધ, (૪) નીલવાન (૫) શિખરી, (૬) અને મન્દર (૭)–
જંબુદ્વીપમાં સાત મહાનદીઓ કહી છે, જે પૂર્વમાં વહીને લવણસમુ. દ્રને મળે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–() સિંધુ, (૨) રોહિતાશા, (૩) હરિકાન્તા, (૪) સદા, (૫) નારીકાન્તા, (૬) રુકુમકુલા અને (૭) રક્તાવતી
ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં સાત વર્ષ ક્ષેત્ર કહ્યાં છે-ભરતથી લઈને મહાવિદેહ પર્યંતના સાત ક્ષેત્રે અહીં ગ્રહણ કરવા. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વતે આવેલા છે–(૧) શુદ્ર હિમાન (૨) મહા હિમાવાન (૩) નિષેધ, (૪) નીલવાન (૫) રુકમી, (૬) શિખરી અને (૭) પૂર્વમન્દર.
ધાતકીખંડ દ્વીપમાં સાત મહાનદીઓ પૂર્વમાં વહીને કાલેદ સમુદ્રને જઈ મળે છે. તેમનાં નામ-(૧) ગંગા, (૨) હિતા, (૩) હી, (૪) સીતા (૫) નરકાન્તા, (૬) સુવર્ણકૂલા અને (૭) રક્તા. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધની આ સાત મહાનદીઓ પશ્ચિમ તરફ વહીને લવણ સમુદ્રને જઈ મળે છે
–૮૨. (૧) સિંધુ, (૨) હિતાંશા, (૩) હરિકાન્તા, (૪) સદા, (૫) નારીકાન્તા (૬) રુકમણૂલા અને (૭) રક્તાવતી.
ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાઈ માં નીચે પ્રમાણે સાત વર્ષ ક્ષેત્ર છે— (૧) ભરતક્ષેત્ર, (૨) એપિત ક્ષેત્ર, (૩) હૈમવતક્ષેત્ર, (૪) હૈરવતક્ષેત્ર, (૫) (૬) રમ્યકર્ષક્ષેત્ર અને (૫) મહાવિદેહક્ષેત્ર. અહીં જે પૂર્વમાં વહેતી મહા નદીઓ કહી છે તે લવણસમુદ્રમાં જઈ મળે છે, અને પશ્ચિમ તરફ વહેતી સાત મહાનદીએ કાલેદ સમુદ્રમાં જઈ મળે છે. બાકીનું સમસ્ત કથન આગળના કથન પ્રમાણે સમજવું, પુષ્કરધરદ્વીપાધના પૂર્વ ભાગમાં સાત સાત વર્ષ ક્ષેત્રનાં નામે ઉપર પ્રમાણે જ સમજવા. અહીં જે મહાનદીઓ પૂર્વ તરફ વહે છે, તેઓ પુષ્કરેદ સમુદ્રમાં જઈ મળે છે અને જે મહાનદીઓ પશ્ચિમ તરફ વહે છે, તેઓ કાલેદ સમુદ્રમાં જઈ મળે છે. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજી લેવું. એજ પ્રકારનું કથન તેના પશ્ચિમાઈ વિશે પણ ગ્રહણ કરવું જોઈએ આ કથનમાં વિશેષતા એટલી જ છે કે અહીં પૂર્વ તરફ વહેતી નદીએ કાલેદ સમુદ્રમાં જઈ મળે છે અને પશ્ચિમ તરફ વહેતી નદીઓ પુષ્કરેદ સમુદ્રમાં જઈ મળે છે સર્વત્ર વર્ષક્ષેત્રે, વર્ષધર પર્વતે અને નદીઓનું કથન કરવું જોઈએ. “સમથનિત” આ પદને અર્થ સમદ્રને મળે છે,” એ થાય છે. એ સૂ. ૧૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૬