Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિનાશ નામના દોષને પ્રસંગે ઉપસ્થિત થાય છે અને અનના અભ્યાગમને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કારણ કે જે કમ તેણે કર્યું નથી તેના દ્વારા તેની આયુને વિનાશ થયો છે. આ બંને પ્રકારના દેના સભાવે કરીને જીવને મેક્ષમાં અવિશ્વાસ ઉત્પન્ન થશે અને ચારિત્રાદિની આરાધનાની જીવની પ્રવૃત્તિ બંધ પડી જશે.
“રોયમિકા” ઈત્યાદિ–
આ ગાથામાં એ જ વાત પ્રકટ કરવામાં આવી છે કે જે આયુનો અકાળે નાશ થવાની વાત સ્વીકારવામાં આવે, તે કૃતપ્રણાશ અને અકૃતામાગમ આ બે દેષ ઉપસ્થિત થાય છે, ” ઈત્યાદિ
ઉત્તર–જે માણસને ભસ્મક વ્યાધિ થયો હોય એ માણસ અન્ય માણસ દ્વારા ૧૦૦ વર્ષમાં ખાઈ શકાય તેટલા ભોજનને પણ એક જ વખતમાં ખાઈ જાય છે, એટલું જ નહી પણ એ ભેજનને તે પચાવી પણ શકે છે. તે જે પ્રકારે તેને કૃતપ્રણાશ અને અકૃતાભ્યાગમ દોષનો પ્રસંગ પ્રાપ્ત થતું નથી એજ પ્રમાણે અહીં પણ તે બન્ને પ્રકારના દોષ લાગવાને પ્રસંગે પ્રાપ્ત થતું નથી કહ્યું પણ છે કે
“ર હિ હારિરસ-” ઇત્યાદિ
આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–દીવ કાલિક કમની પણ જલ્દી અનુભૂતિ થઈ જવાથી તેને શીઘ નાશ થઈ જાય છે, આ વાતને. સ્વીકારવામાં કઈ પણ વાંઘે રહેતા નથી. એ જ વાતને નીચેના દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે–જે ભજન અન્ય માણસ દ્વારા ઘણું લાંબા કાળે પચાવી શકાય એવું હોય છે એ જ ભોજનને ભરમક વ્યાધિવાળ જલદી પચાવી શકે છે. જે ફળ વૃક્ષની ઉપર જ લાગેલું રહે તેને પાકવાને માટે લાંબા સમય લાગે છે, પરંતુ એ જ ફળને જ્યારે ઘાસ આદિમાં રાખી મકવામાં આવે છે ત્યારે તે જલ્દી પાકી જાય છે–આ પ્રકારે તેનું જલદીથી પાકવું તેનું નામ જ “અકાલે પાકવું” છે. એ જ પ્રમાણે વિખરાઈને પડેલા દોરડાને બળી જતાં વાર લાગે છે, પણ જો એ જ દોરડાને વીટો કરીને તેને બાળવામાં આવે તે જલદી બળીને ભસ્મ થઈ જાય છે. એ જ પ્રમાણે એકવડું વસ્ત્ર જ૮ી સૂકાય છે પણ ઘડી કરેલું વસ્ત્ર સૂકાતાં વાર લાગે છે. એ જ પ્રમાણે જ્યારે નિમિત્ત મળે ત્યારે દરેક કર્મનો અકાલે પણ વિનાશ થઈ શકે છે. તે આ પ્રકારની માન્યતા સ્વીકારવામાં અકૃતાઢ્યાગમ અને કૃતપ્રણાશ જેવા દેને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. સૂ ૨૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬૩