Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્યત્ર સાત સ્વર આ પ્રમાણે પણ કહ્યા છે હું અત્તુ લમ સમ ’” ઈત્યાદિ
(૧) જે ગેયમાં દીર્ઘ અક્ષર પર દીર્ઘ સ્વર, હૅસ્વ અક્ષર પર હસ્વ સ્વર, દ્યુત અક્ષર પર શ્રુત સ્વર, અને સાનુનાસિક અક્ષર પર સાનુનાસિક સ્વર કરાય છે તે અક્ષર સમસ્વર ગીત કહેવાય છે.
(૨) જે ગીતપદ જે સ્વરમાં અનુપાતિ હૈાય છે—ગાવા ચેગ્ય હોય છે તે સ્વરમાં ગવાય તે તેને પદ્યસમ કહે છે.
(૩) જે ગીત પરસ્પર અભિહત હસ્તતાલના સ્વરાનુસારી સૂરે ગાવામાં આવે છે, તે ગીતને તાલસમ કહે છે.
(૪) શિંગડામાંથી બનેલી અથવા લાકડાના ખનેલા કાઇ એક અ‘ગુલી કાશ વડે તંત્રી આદિને વગાડવાથી જે સ્વર નીકળે છે તેને લય કહે છે. તે લયનું અનુસરણ કરનારા સ્વરથી જે ગીત ગવાય છે તેને લયસમ કહે છે.
(૫) જે સ્વર પહેલાં બાંસની વાંસળી આદિ સાથે મેળવી લેવામાં આવે છે, અને ત્યાર બાદ તે સ્વર જેવા જ સ્વર વડે જે ગીત ગવાય છે, તેને મહુસમ ગીત કહે છે.
(૬) નિ:શ્વાસ ઉચ્છવાસના પ્રમાણનું ઉલ્લ‘ઘન કર્યા વિના જે ગીત ગવાય છે તેને ‘· નિવસિતા વસિત સમ ' કહે છે.
(૭) વાંસળી આદિ વાદ્યો પર આંગળીનું સંચરણ કરીને જે ગીત ગવાય છે તેને સંચરણુસમ કહે છે. આ પ્રકારના આ સાત સ્વર હાય છે. અહીં એવુ* સમજવુ જોઇએ કે કાઇ પણ ગીત સ્વર, અક્ષર, પદ આદિ સાત સ્થાનાની સાથે સમતાને પામતું થયું પ્રશ્નપ્રકારતા પ્રાપ્ત કરે છે. તેથીજ અક્ષરસમ આદિ સાત પ્રકારના સ્વરા કહ્યા છે. અહીં સૂત્રનેઉપાતે “ ઇન્તિ સમ સાહસમ ” આ ગાથા દ્વારા તે સાત સ્વર કહેવામાં આવ્યા છે.
તથા ગૌતમાં જે સૂત્રબન્ધ હોય છે તે આઠ ગુણાવાળા હોય છે. તે આઠ ગુણા જૈનોમં ' ઇત્યાદિ ગાથા દ્વારા આ પ્રમાણે પ્રકટ કરવામાં આવ્યા
66
છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૧