Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સામાન્ય અને વિશેષ એ અને પરસ્પરથી અત્યન્ત ભિન્ન છે, અને વસ્તુની દષ્ટિએ પણ અત્યન્ત ભિન્ન છે, આ પ્રકારની નૈગમનયની માન્યતા છે. તેથી આ નય (આ નયને માનનાર) કણાદની જેમ મિથ્યાષ્ટિવાળે છે-સમ્યગ્દષ્ટિવાળ નથી. જો કે કણદે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આધારે વૈશેષિક દર્શનનું કથન કર્યું છે, પરંતુ તે કથન સમ્યક (નિર્દોષ) નથી, કારણ કે વૈશેષિક દર્શનમાં આ અને નય પરસ્પર નિરપેક્ષ રહીને પિતા પોતાના વિષયનું પ્રતિપાદન કરે છે. વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કણદે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાયમાં પદાર્થ નિર્યકાન્ત રૂપે જ પ્રતિપાદિત કરેલ છે. તેથી તેની માન્યતા પ્રમાણે તે બને નય પરપર નિરપેક્ષ રૂપ સાબિત થઈ જાય છે. આ પ્રકારના કથન દ્વારા કણાદમાં મિથ્યાષ્ટિતા સિદ્ધ થઈ જાય છે. પ્રથમ નયના વિષયમાં આ પ્રકારનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર સંગ્રહનય નામના બીજા નયના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરે છે
ભેદને ગ્રહણ કરવા, અથવા જે ભેદેને ગ્રહણ કરવાનું થાય છે, અથવા જે ભેદને ગ્રહણ કરે છે અથવા ભેદ જેના દ્વારા ગૃહીત થાય છે તે નયનું નામ સંગ્રહાય છે. કહ્યું પણ છે કેઃ “સંngo જિઇફ” ઇત્યાદિ
અથવા–અશેષ વિશેષ રહિત સત્વ, દ્રવ્યવાદિ રૂપ સામાન્ય માત્રને જે ગ્રહણ કરે છે તે સંગ્રહાય છે. એટલે કે સમરૂપે-પિંડીભૂત રૂપે–જે વિશેષ રાશિને ગ્રહણ કરે છે-“સામાવ્યાત્રાહી રામઃ સંપ્રદા” પ્રત્યક્ષ અનુમાન દ્વારા જ્યાં વિરોધ ન આવે તે પ્રકારે પોતાની જાતિના વિશેષને જે એક રૂપે ગ્રહણ કરવામાં આવે છે, તેનું નામ સંગ્રહ છે. આ નય કેવળ સામાન્ય માત્રનું જ કથન કરે છે, કારણ કે તે તેને જ ગ્રહણ કરે છે-વિશેષને ગ્રહણ કરતું નથી. આ વિષયને અનુલક્ષીને આ નયની એવી માન્યતા છે કે વિશેષ સામાન્ય કરતાં ભિન્ન છે, કે અભિન્ન છે તે પ્રશ્નને વિચાર કરે જઈએ. જે સામાન્ય કરતાં તે ભિન્ન હોય તે તેમની જે સ્વતંત્ર સત્તા હોવી જોઈએ, તે સિદ્ધ થવી જોઈએ, પરંતુ તેમની સ્વતંત્ર સત્તા (અસ્તિત્વ) તે સિદ્ધ થતી નથી, અને જે તેઓ સામાન્ય કરતાં અભિન્ન હોય, તે આ સ્થિતિમાં તેમને વિશેષ રૂપે ઓળખવાને બદલે સામાન્ય રૂપે જ ઓળખવા જોઈએ. જેવી રીતે સામાન્યનું સ્વરૂપ સામાન્ય કરતાં અભિન્ન હોવાને કારણે તેમને સામાન્ય જ કહેવાય છે એ જ પ્રમાણે વિશેને પણ સામાન્ય રૂપ જ માનવું જોઈએ. કહ્યું પણ છે કે “વિ તિ મનિય”િ ઈત્યાદિ–
જ્યારે “સત્ત” આ પ્રકારે કહેવામાં આવે ત્યારે સમર્થ પદાર્થોમાં સત્તા ( અસ્તિત્વ) હોવાને કારણે તેમનું “સત ' આ પદ દ્વારા ગ્રહણ થઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૬