Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કલ્પસ્થિતિકા નિરૂપણ
“ ઇક્વિના જાદુદ્દે વળત્તા '' ઇત્યાદિ~
કપસ્થિતિ ૬ પ્રકારની કહી છે—(૧) સામાયિક કલ્પસ્થિતિ, (ર) છેદપસ્થાપનીય કલ્પસ્થિતિ, (૩) નિવિંશમાન કલ્પસ્થિતિ, (૪) નિર્વિષ્ટ કલ્પસ્થિતિ (૫) જિન કપસ્થિતિ, અને (૬) સ્થવિર કલ્પસ્થિતિ,
સાધુના જે આચાર છે તેનું નામ કલ્પ છે. તે કલ્પની જે મર્યાદા છે તેને કલ્પસ્થિતિ કહે છે. તે પસ્થિતિના ૬ પ્રકાર કહ્યા છે. (૧) સામાયિક કલ્પ—જ્ઞાનાદિકના જે લાભ છે, તેનું નામ જ સમાય છે. તે સમાય જ સામાયિક છે. તે સામાયિક રૂપ જે ૯૫ છે તેને સામાયિક કલ્પ કહે છે, પ્રથમ તીર્થંકર અને ચરમ તીર્થંકરના તીના સાધુઓમાં આ કલ્પસ્થિતિ અલ્પકાલિક હાય છે. એટલે કે જઘન્ય સાત દિનની, મધ્યમની અપેક્ષાએ ચાર માસની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસની આ સ્થિતિ હાય છે, કારણ કે ત્યારબાદ છેપસ્થાપનીયનું વિધાન થાય છે. મધ્યમ તીર્થંકરાના તીમાં અને મહાવિદેહેમાં સાધુએનું આ કલ્પ ચાવઋથિક કહ્યું છે, કારણ કે ત્યાં છેઢાપસ્થાપનીયના અભાવ રહે છે. આ સામાયિક કલ્પની જે સ્થિતિ છે તેનું નામ સામાયિક કલ્પસ્થિતિ છે. તેના નીચે પ્રમાણે એ ભેદ કહ્યા છે-(૧) નિયમ લક્ષણ અને (૨) અનિયમ લક્ષણ, શય્યાતરપિંડના પરિહારમાં ( ત્યાગમાં ), ચાતુર્યંમના પાલનમાં, પુરુષ જ્યેષ્ઠતામાં અને રત્નાધિક ( વધુ લાંબી દીક્ષા પર્યાયવાળા ) ને લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુ દ્વારા વણા કરવામાં તે નિયમ રૂપ હેાય છે. પરન્તુ ઔદ્દેશિક આહારાદિનું અગ્રતુણુ કરવામાં રાજપિંડના અગ્રદ્ગુણમાં, પ્રતિક્રમણુ કરવામાં, માસકલ્પ કરવામાં અને પર્યુંષણ કલ્પ કરવામાં તે અનિયત રૂપ છે.
કહ્યું પણ છે કે “ તિજ્ઞાયÝિય ” ઈત્યાદિ—
શય્યાતરપિંડના પરિહાર, ચાતુર્યામ, પુરુષજ્યેષ્ઠ અને કૃતિકર્મ કર ( પર્યાય જ્યેષ્ઠને વદણા ) આ ચાર અવસ્થિત ( નિયત ) કલ્પ છે. આચેલકય ( ઔદેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકલ્પ અને કલ્પ આદ્ અનવસ્થિત અનિયત ) કલ્પ છે.
“ આચેલય ” એ પ્રકારનું કહ્યું છે—(૧) સચેલ અને અચેલ. અચેલતાની અપેક્ષાએ આચેલયના જિનામાં સદ્ભાવ ડાય છે, તથા સચે. લતાની અપેક્ષાએ આચેલકયના સદ્ભાવ જીણુશી વસ્ત્ર ધારણ કરનારમાં ડાય છે. તે કારણે અલ્પ મૂલ્ય, જીણુ અને ખંડિત વસ્ત્રાદિના સભાવ હાવા છતાં પણ નિગ્રંથાને અચેલ કહે છે. આ પ્રકારની પ્રથમ કલ્પસ્થિતિ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૪