Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થવાથી જે ભાવ પ્રકટ થાય છે તેને સાપશમિક ભાવ કહે છે. આ પ્રકારનો તે બનને વચ્ચે ભેદ છે. ક્ષય પશમ કિયા રૂપ જ હોય છે. અને તે ક્ષય પશમ નિષ્પન્ન ભાવ છે તે આત્માના આભિનિધિક જ્ઞાનાદિ લબ્ધિ રૂપ પરિણામ હેય છે.
પરિણામિક ભાવ—જેમાં પૂર્વાવસ્થાને સર્વથા પરિત્યાગ થયા વિના રૂપાન્તર રૂપ જે પરિણમન થાય છે તેનું નામ પણ પરિણામ છે. કહ્યું પણ છે કેઃ પરિણાનો હર્ષાન્તર ” ઈત્યાદિ–
સર્વથા એક સરખી સ્થિતિમાં રહેવું તેનું નામ પણ પરિણામ નથી, અને સર્વથા વિનાશ થવો તે પણ પરિણામ નથી પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવી જવું તેનું નામ જ પરિણામ છે. તે પરિણામ જ પરિણામિક છે. તે પરિણામિકના સાદિ અને અનાદિ નામના બે ભેદ પડે છે. જીર્ણવૃત આદિનું જે પરિણામ છે તે સાદિ પરિણામ છે, કારણ કે જીણુંઘતાદિ થવા રૂપ જે ભાવ-અવસ્થા છે તે સાદિ હોય છે. ધર્માસ્તિકાયાદિ કમાં અનાદિ પરિણામ રૂપ ભાવ અવસ્થા હેય છે, કારણ કે. ધર્માસ્તિકાયાદિ રૂપ જે અવસ્થા છે તેને તેમનામાં અનાદિકાળથી સદૂભાવ હોય છે.
સાન્નિપાતિક ભાવ-દયિક આદિ પાંચ ભાવોનું જે મિલન છે તેના નામ સન્નિપાત છે. આ સન્નિપાતથી જે નિવૃત્ત થાય છે તે સાન્નિપાતિક છે. આ પાંચે ભાવેને સંસારી જીવમાં એક સાથે સદ્દભાવ હોય છે, એ કેઈ નિયમ નથી, અને અજીમાં પણ આ પાંચે ભાવવાળી પર્યાય સંભવિત હોતી નથી. સમસ્ત મુક્ત જીમાં ક્ષાયિક અને પરિણામિક, એ બે ભાવ હોય છે. સંસારી જીવમાં કઈ જીવ ત્રણ ભાવવાળે, કઈ ચાર ભાવવાળ અને કઈ પાંચ ભાવવાળો હોય છે, પરંતુ બે ભાવવાળે કઈ જીવ હોત નથી. આ રીતે ઔદયિક આદિ પાંચ ભાને સંભવ હોવાની અપે. ક્ષાએ અને કઈ જીવમાં સંભવ નહીં હોવાની અપેક્ષાએ દ્રિક, ત્રિક, ચતુષ્ક અને પંચકના સગની અપેક્ષાએ આ સાન્નિપાતિક ભાવ ૨૬ ભંગ રૂપ (વિકલપ રૂપ) હોય છે. તેમાં દ્વિક સગથી ૧૦, ત્રિક સંવેગથી ૧૦, ચતુષ્ક સોગથી પાંચ અને પાંચના સંગથી એક લંગ (વિકલ્પ) બને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૯