Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાણીની સાત ત્તિ ગ્રહણ કરાય છે. આ પ્રકારે ૪૯ રાત દિવસમાં આહારની કુલ ૧૯૬ ઢત્તિયા થાય છે. એ જ પ્રમાણે પાણીની દત્તિયા વિષે પશુ સમજવું. આ પ્રકારે આહાર પાણીની દન્તિમાં પ્રત્યેક સપ્તાહમાં વધારા કરતાં કરતાં ૪૯ દિનરાત પર્યન્ત આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરાય છે.
''
ચથાસૂત્ર ચથાન્તે ' ઇત્યાદિ
ક્રિયાવિશેષણાના પ્રયાગ દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરી છે કેસૂત્રમાં ભિક્ષુપ્રતિમાના પાલનની જે પ્રકારની વિધિ બતાવવામાં આવી છે તે વિધિ પ્રમાણે, યથામા-જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મુક્તિમાત્ર અનુસાર અથવા પેાતાના ક્ષયાપશમભાવ અનુસાર, યથાતત્ત્વ-તત્ત્વ અનુસાર અથવા તથા તથ્ય ( સત્યને અનુસાર ), યથાસામ્ય-સમતાભાવને અનુસરીને, આ પ્રકારે જે ભિક્ષુ શરીર વડે-મનેરથ વડે નહીં (અભિલાષા માત્ર વડે નહીં) પૃષ્ટ કરે છે, સમુચિતકાળમાં વિધિપૂર્વક ગ્રહણ કરે છે, પાલન કરે છે, ઉપયેગપૂર્વક તેની વારંવાર આરાધના કરે છે, શાષિત કરે છે-પારણાને દિવસે ગુર્વાદિક દ્વારા પ્રદત્ત અવશિષ્ટ લેાજન વડે અથવા અતિચાર રૂપ કીચડના પ્રક્ષાલન દ્વારા તેની શુદ્ધિ કરે છે, તેને તીરિત કરે છે-તે પ્રતિમાની આરાધના કરવાની જેટલા સમયની અવિધ ાય છે, એટલા સમય સુધી તેનું પાલન કરીને તેને પૂર્ણ કરી નાખે છે, કીર્તિત કરે છે-“ પારણાને દિવસે આ પ્રકારના અભિગ્રહ મે· ધારણ કર્યાં હતા અને હવે આ પ્રતિમા મારા દ્વારા સમ્યગ્ રીતે આરાષિત થઇ ચુકી છે, તેથી હવે હું આ પ્રતિમાના પૂર્ણરૂપે આરાધક બની ચુકયા છું. આ પ્રમાણે ગુરુની સમક્ષ પ્રકટ કરે છે, આ પ્રમાણે પાલિત થયેલી, શાષિત થયેલી, કીર્તિત થયેલી અને આરાધિત થયેલી ભિક્ષુપ્રતિમાને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા અનુસાર સમસ્ત પ્રકારે પાલિત થયેલી માનવામાં આવે છે. જો કે ભક્તપાનની કુલ દત્તિઓની સખ્યા અહી ૩૯૨ થાય છે, પરન્તુ પાનની ( પાણીની) દત્તિયાની સખ્યા અહી' અવિવક્ષિત હાવાથી કુલ દત્તિયા ૧૯૬૪ કહેવામાં આવી છે. ! સૂ. ૫ ॥
67
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૨૫