Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શકા—ઔપમિક ભાવ પણ એવા જ હાય છે, તે પછી તે બન્ને વચ્ચે શે! તફાવત છે?
ઉત્તરઔપશર્મિક ભાવમાં ઉપશાન્ત થયેલા પ્રદેશેાનુ વેદન થતું નથી અને ક્ષાાપશમિક ભાવમાં ઉતિનુ વેદન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઔપમિક ભાવમાં કર્મોના સત્તારૂપ ઉપશમ થાય છે, તેથી તેમાં નીરસ કરાયેલા કલિકેનુ’-દબાયેલા કલિકાનુ વેદન થતું નથી. પરન્તુ ક્ષાયેાપમિકમાં દેશઘાતિ પ્રકૃતિએનુ વેદન થાય છે અને સઘાતિ પ્રકૃતિ આમાંની કેટલીક સદ્યાપ્તિ પ્રકૃતિના ઉદયભાવી ક્ષય અને કેટલીક સર્વો ઘાતિ પ્રકૃતિએને સદવસ્થારૂપ ઉપશમ રહે છે. આ વાતને એક દૃષ્ટાન્ત દ્વારા સમજાવવામાં આવે છે.
નવ ચાર કેાઈ શેઠને ત્યાં ચારી કરવા ઉપડયા. તેમાંથી ચાર ચાર તા મામાંથી પાછા ફરી ગયા. બાકીના પાંચ ચાર શેઠના મકાન પાસે આવીને બેસી ગયા. તેમાંથી એક ચાર યા. તેણે મકાનમાં દાખલ થઈને ચારી કરવા માંડી. આ દૃષ્ટાન્તને અહીં આ પ્રમાણે ઘટાવી શકાય. જે ચાર ચારી કરી રહ્યો છે તે દેશઘાતિકા પ્રકૃતિના ઉયરૂપ છે, જે ચાર ચાર રસ્તામ'થી જ પાછા ફરી ગયા છે તેએ સવઘાતિ પ્રકૃતિએમાંથી કેટલીક પ્રકૃતિએના ઉદયાભાવી ક્ષયરૂપ છે, કારણ કે ઉદયાભાવી જે ક્ષય છે તે ઉદયમાં આવવા છતાં પણ્ ફૂલ આપવા રૂપ હૈ।તે નથી, મકાનની મહાર બેસી રહેલા ચાર સદવસ્થા ઉપશમ રૂપ છે. આ સમસ્ત કથનના ભાવાથ એ છે કે જે ભાવાની ઉત્પત્તિમાં કર્માંના ઉપશમ નિમિત્ત રૂપ હુંય તે ભાવેાને ઔપમિક ભાવ કહે છે. કમની અવસ્થા વિશેષનુ નામ ઉપશમ છે.
જેમ કતક (નિમČલી ફળ), ફટકડી આદિ દ્રવ્યના પ્રભાવથી પાણીમાં રહેલેા મળ અલગ પડી જઇને નીચે બેસી જાય છે, એ જ પ્રમાણે પરિણામ વિશેષને કારણે વિક્ષિત કાળના કનિષેકનું અન્તર પડી જઈને તે કા ઉપશમ થઈ જાય છે. ક્ષાર્યાપશમિક ભાવ કર્મોના ક્ષયાપશમથી થાય છે. જેમ પાણીમાં રહેલી કેટલીક મલિનતા નીચે બેસી જવાથી અને કેટલીક મલિનતા તે પાણીમાં કાયમ રહેવાથી તે જલમાં મેલની ક્ષીણાક્ષીણતા જોવામાં આવે છે અને તેને કારણે તે પાણી પૂરેપૂરૂં નિર્મળ દેખાવાને બદલે મળવાનું ( મેલું ) જ દેખાય છે, એ જ પ્રમાણે આત્માને લાગેલાં કર્મોના સાપશમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૮