Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. આ ૨૬ પ્રકારના સાન્નિપાતિક ભેદેમાં ૧૫ ભેદ અવિરૂદ્ધ હૈાય છે. તે નીચે પ્રમાણે છે, ઉચ વગોવમિમ્ ' ઇત્યાદિ—
"6
આ બન્ને ગાથાઓને ભાવા નીચે પ્રમાણે છે—ઔયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક, આ ત્રણ ભાવના સંચાગથી નિષ્પન્ન સાન્નિપાતિક ભાવ નારક, તિ ́ચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિએમાં એક એક હાય છે. જેમકે નરક ગતિમાં આજીવ પાણિામિક ભાવ છે. આ એક ભેદ થયા. એ જ પ્રમાણે તિય ચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ એક એક ગતિની અપેક્ષાએ ત્રિક સચાગમાં ચાર ભેદ થાય છે. તથા ઔયિક, ક્ષાયેાપશમિક, ક્ષાયિક અને પારિણામિક આ ચાર ભાવાના સયાગથી નિષ્પન્ન ચાર સાંનિપાતિક ભેદ ચાર ગતિએને આશ્રિત કરીને થાય છે. જેમકે નારક પર્યાય, તેઓમાં ઔદિયક ભાવ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે. એ જ પ્રકારનુ કથન તિય ચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ સમજી લેવું જોઇએ. નારકાદિકામાં પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હૈાય છે. આ પ્રમાણેના ૪ ચાર ભેદા સાથે પૂર્વોક્ત ચાર ભેદો મેળવવાથી ૮ આ ભેદે થાય છે. વળી આ પ્રકારે પણ ચતુષ્ક સચેાગી ભેદો અને છે-જેમકે ક્ષાયિકના અભાવમાં અને બાકીના ત્રણના સદ્ભાવમાં ઔપશમિકની સાથે યોગ કરવાથી એટલે કે ઔદિયેક, ક્ષાયેાપશમિક, ઔપમિક, અને પારિણામિક આ પ્રકારે સમૈગ થવાથી ચાર ગતિને આશ્રિત કરીને ચાર ભેદ થાય છે. નારક પર્યાય ઔયિક ભાવ છે, ઈન્દ્રિયે! ક્ષાયે પામિક ભાવ છે, સમ્યકત્વ ઔપશમિક ભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારના આ પ્રથમ ભેદ છે. એ જ પ્રકારનું કથન તિયચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ કરવું જોઇએ. આ રીતે સાંનિપાતિક ભાવના આ ૧૨ ખાર ભેદ થઈ જાય છે.
તથા-ઉપશમ શ્રેણીમાં એક જ પંચક સાગી સાન્નિપાતિક ભેદ થાય છે. મનુષ્યમાં જ ઉપશમ શ્રેણીને સદ્ભાવ હાય છે. આ પંચક સ'ચાગી સાન્નિપાતિક ભાવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થયેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુ ષ્યમાં જ સ'ભવી શકે છે. જેમકે મનુષ્યત્વ તેના ઔદયિક ભાવ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ છે, ચારિત્ર ઔપશમિક ભાવ છે, સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ છે અને જીવત્વ પારિજીામિક ભાવ છે. આ પ્રકારે અહીં સુધીમાં ૧૩ ભેદ બતાવવામાં આવ્યા. તથા કેવલીમાં એક જ ત્રિકસ'યેાગી ભેદ સભવી શકે છે. જેમકે કેવલીમાં માનુષત્વ ઔદિયક ભાવ છે, સમ્યકત્વ ક્ષાયિકભાવ છે, અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૦૦