Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવત્વ પરિણામિક ભાવ છે. આગલા ૧૩ ભેદમાં આ એક ભેદ ઉમેરવાથી ૧૪ ભેદ થાય છે. તથા સિદ્ધમાં પણ એક જ દ્રિકસ ચેગી ભેદ બની શકે છે. જેમકે સમ્યકત્વ રૂપ ક્ષાયિક ભાવ, અને જીવત્વ રૂપ પારિણમિક ભાવ. આગલા ૧૪ ભેદમાં આ એક ભેદ ઉમેરવાથી કુલ ૧૫ ભેટ થઈ જાય છે. આ ૧૫ ભાગ રૂપે ભેદેને અવિરૂદ્ધ સંન્નિપાતિક ભેદ કહે છે. તથા પાંચે ભાના ૫૩ ત્રેપન ભેદ હોય છે. જેમકે-સમ્યકત્વ રૂપ ક્ષાયિક ભાવ, અને જીવત્વ રૂપપરિણામિક ભાવ. અહીં સુધીમાં ૧૫ ભાંગાઓ પ્રકટ કરવામાં આવ્યા છે. આ ૧૫ ભાંગાઓ અવિરૂદ્ધ સાન્નિપાતિક ભેદ રૂપ હોય છે. જો કે પાંચે ભાના કુલ ૫૩ ભેદ થાય છે. જેમકે स्था०-६४
“safમ ૨ વરૂપ વિયg” ઈત્યાદિ–
ઔપથમિક ભાવના બે ભેદ છે–(૧) ઔપશમિક સમ્યકત્વ અને (૨) ઔપથમિક ચારિત્ર. દર્શન મિહનીય કર્મના ઉપશમથી ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અને ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી ઔપશમિક ચારિત્ર ઉત્પન્ન થાય છે.
ક્ષાયિકભાવના નીચે પ્રમાણે નવ ભેદે છે–(૧) ક્ષાવિક જ્ઞાન-કેવળ જ્ઞાન, (૨) ક્ષાયિક દર્શન-કેવળ દર્શન, (૩) ક્ષયિક લાભ, (૪) ક્ષાયિક દાન, (૫) ક્ષાયિક ભેગ (૬) ક્ષાયિક ઉપભેગ, (૭) ક્ષાયિક વિર્ય, (૮) ક્ષાયિક સમ્યકત્વ અને (૯) ક્ષાયિક ચારિત્ર.
ક્ષાપશમિક ભાવના નીચે પ્રમાણે ૧૮ પ્રકાર કહ્યા છે–મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન, આ ચાર જ્ઞાન રૂપ ચાર પ્રકાર,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૦૧