Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રની ભૂલાઈ ગયેલા કર્તવ્યને યાદ કરાવનારી પ્રણાલી, અને કેઈ અકર્તવ્યમાં પ્રવૃત્ત થયેલાને “તમારે આવું કરવું જોઈએ નહીં ” આ પ્રકારના નિષેધ રૂપ ધારણ કરવાની પ્રણાલી, તથા પ્રતિનેદના-વારંવાર ભૂલ કરનારને ૮ ધિક્કાર છે તને ” ઈત્યાદિ કઠોર (નિષ્ફર વાક વડે તેને ઠપકો આપવાની પ્રણાલી નથી એવા ગ૭ને વિનાશ થઈ જાય તે ગ૭ ખરા અર્થમાં ગ૭ કહેવાને ગ્ય નહીં રહેવાને કારણે સંયમાથી પુરુષો દ્વારા પરિત્યાજય બની જાય છે. ૧
આ પ્રકારે જેવું પાંચમાં સ્થાનકના પહેલા ઉદ્દેશામાં કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. તે કથન અહીં કયાં સુધી ગ્રહણ કરવાનું છે તે નીચે દર્શાવવામાં આવ્યું છે–
આચાર્યોપાધ્યાય ગણમાં આપૂછયચારી–પૂછીને બહાર ગમન (વિહાર) કરનારા હોવા જોઈએ” અહીં સુધીના કથન દ્વારા ત્યાં ત્રણ સ્થાનનું કથન થયું છે. પાંચમાં સ્થાનકમાં પ્રતિપાદિત તે ત્રણ સ્થાને નીચે પ્રમાણે છે
(૧) જે આચાર્ય અને ઉપાધ્યાય પિતાને ગણમાં પર્યાય જોઇતા અનુસાર કૃતિકર્મને (પર્યાય યેષ્ઠ સાધુઓને લઘુ પર્યાયવાળા સાધુઓ દ્વારા વન્દના આદિના) સમ્યક પ્રયતા (પ્રવર્તક) હોય છે, તેઓ શિષ્યસંગ્રહ અને જ્ઞાનાદિને સંગ્રહ કરનારા હોય છે. (૨) જે આચાર્ય પિતાના શિષ્યોને સમય સમય પર શ્રતનું અધ્યયન, પુનરાવર્તન આદિ કરાવે છે, તે શિષ્યસંગ્રહ અને જ્ઞાનાદિને સંગ્રહ કરનાર હોય છે. (૩) જે આચાર્યોપાધ્યાય પિતાના ગણના ગલાન (બિમાર), શેક્ષ (નવદીક્ષિત) આદિનું વૈયાવૃત્ય સારી રીતે કરતા કરાવતા હોય છે, તેઓ શિષ્યસંગ્રહ અને જ્ઞાનાદિને સંગ્રહ કરનાર હોય છે. આ ત્રણ સ્થાન અને મૂલસૂત્રોક્ત એક સ્થાન મળીને ચાર સ્થાન અહીં સુધીમાં પ્રકટ કરવામાં આવ્યાં છે. હવે પાંચમું સ્થાન પ્રકટ કરવામાં આવે છે–“ભારાપાડ્યા છે માપૂછાવા” ઈત્યાદિ
આ સૂત્રપાઠમાં “ગણુ” પદ સાધુસંઘના અર્થમાં વપરાયું છે. • સાધુ સંધને પૂછવું, ” આ પ્રકારને તેને અર્થ થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૨૦