Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂર્ણાંક હિંસા કરે છે. આ બધું તેના વિભગજ્ઞાનને લીધે ખને છે. કહેવાનુ તાત્પ એ છે કે પૃથ્વીકાય આદિ ચાર જીવનિકાયના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ એવા તે વિલ'ગજ્ઞાની તેમની હિંસા કરે છે અને તેમનામાં જીવત્વના અપલાપ કરે છે એટલે કે તેમનામાં જીવ હાવાની વાતને જ માન્ય કરતા નથી. આ પ્રકારનું સાતમુ વિભ’ગજ્ઞાન છે. ! સૂ. ૨ ૫
સાત પ્રકારકે જીવોંકા નિરૂપણ
""
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યુ` છે કે “ પૃથ્વી આદિ જીવના સ્વરૂપથી અનભિજ્ઞ હાય એવા જીવ મિથ્યાત્વપૂર્વક તેમની હિંસા કરે છે. આ મિથ્યાડૅના સદ્ભાવ થવામાં હોય છે. તે કારણે યાનિના નિરૂપણ દ્વારા સૂત્રકાર જીવેામાં સવિધતાનું હવે પ્રતિપાદન કરે છે.
“ સત્તવિષે ગોળીસફે પળત્તે ” ઇત્યાદિ—
ઉત્પત્તિ સ્થાનરૂપી ચેનિવિશેષાની અપેક્ષાએ જીવાના સમૂહ સાત પ્રકારના કહ્યો છે. તે સાત પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) અડજ (૨) પેતિજ (૩) જરાયુજ, (૪) રસજ, (૫) સ`સ્વેદિમ, (૬) સ'મૂચ્છિમ અને (૭) ઉદ્ભભિજ (૧) પક્ષી આદિ જેમાં ઉત્પન્ન થાય છે એવા કેષનું નામ ઇંડુ છે. આ ઈંડામાંથી પેદા થતા જીવાને અડજ કહે છે. એવા પક્ષી, સર્પ આદિને અડજ જીવા કહેવામાં આવે છે.
(૨) જે જીવેા ઉત્પત્તિના સમયે જરાયુ આદિ વડે વેષ્ટિત હતાં નથી, પૂર્ણ અવયવાવાળાં ડાય છે અને ચેાતિમાંથી બહાર આવતાની સાથે જ પરિ સ્પન્દન આદિ સામવાળાં હોય છે, તેમને પેત જ કહે છે. અથવા વસ્તુને પાત કહે છે. તે વસ્ત્ર વડે લૂછવામાં આવ્યા હાય એવી રીતે-ગભવેશ્વન ચમ વડે મનાવૃત ( અનાચ્છાદિત હોવાને કારણે) ઉત્પન્ન થાય છે તેમને પાતજ કહે છે. અથવા પેાતમ થી ગર્ભાવેષ્ટન ચરહિત ગર્ભાશયમાંથી જેએ ઉત્પન્ન થાય છે. તેમને પાતજ કહે છે. હાથી, સસલાં, નેાળિયા, મૂષક, આદિ પ્રાણીઓને આ પ્રકારમાં સમાવેશ થાય છે.
(૩) ગભવેષ્ટન ચમને જરાયુ કહે છે. આ જરાયુમાંથી જે જીવે ઉત્પન્ન થાય છે તેને જરાયુજ કહે છે. એવા જરાયુજ જીવા મનુષ્ય, ગાય, ભેંસ આદિ છે.
(૪)
જે જીવા રસમાં ઉત્પન્ન થાય છે તેમને રસજ કહે છે. મઘકીટા એવાં રસજ જીવેા કહે છે. “હ્મનો મોટ; ” આ પ્રકારનું કથન રસજ જીવા વિષે હૈમકાશમાં કરવામાં આવ્યું છે. તેમને રસજ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૭