Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૨) છેદો પસ્થાપનીય કલ્પસ્થિતિ–પૂર્વ પર્યાયના છેદનથી જે ઉપસ્થાપનીય–આરોપણીય હોય છે, તેનું નામ છેદે પસ્થાપનીય છે. આ છેદેપસ્થાપનીય મહાવ્રતનું પુનઃ સ્પષ્ટ રૂપે આરોપણ કરવા રૂપ હોય છે. આ છેદેપસ્થાપનીયને સદુભાવ પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થોમાં હોય છે આ છેદેપસ્થાપના રૂપ જે ક૯૫ છે-જે સાધુને આચાર છે, તે આચારની સ્થિતિનું નામ છેદે સ્થાપનીય કલ્પસ્થિતિ છે.
(૩) નિર્વિશમાન કલપસ્થિતિ–પરિહાર વિશુદ્ધિ તપનું જેઓ પાલન કરે છે તેમને નિર્વિશમાનક કહે છે. તેમને પારિહારિક પણ કહે છે. તેમને જે ક૫ (આચાર) છે તેનું નામ નિવિશમાન ક૫ (આચાર) છે તે કત્યમાં જે સ્થિતિ (મર્યાદા) હોય છે તેનું નામ નિર્વિશમાન કપસ્થિતિ છે. તે સ્થિતિ પ્રીમ, શીત અને વર્ષાકાળમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપથી યુક્ત હોય છે. જઘન્ય તપ ક્રમશઃ એક ઉપવાસ, છઠ્ઠ અને અઠમની તપસ્યા રૂપ હોય છે. મધ્યમ તપ કમશછ, અદમ અને દશમ (ચાર ઉપવાસ) ની તપસ્યા રૂપ હોય છે. ઉત્કૃષ્ટ તપ ક્રમશઃ અદમ, દશમ અને દ્વાદશ (પાંચ ઉપવાસ) ની તપસ્યા રૂપ હોય છે. પારણાને દિવસે આયંબીલ કરવામાં આવે છે, તથા (૧) અસંસૃષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) સંસૃષ્ટાડસંસૃષ્ટા, (૪) અ૫લેપા, (૫) અવગૃહીતા, (૬) પ્રગૃહીતા અને (૭) ઉઝિતર્મિક, આ સાત પિંડેષણાઓમાંથી પહેલી બે એષણાઓને અભિગ્રહ થાય છે અને બાકીની પાંચ એષણાઓમાંથી એક એક એષણાથી આહાર ગ્રહણ અને પાનક ગ્રહણ થાય છે. એટલે કે એક એષણથી આહાર ગ્રહણ થાય છે અને એક એષણાથી પાનકનું ગ્રહણ થાય છે. કહ્યું પણ છે કે “પાળો મચાઈત્યાદિ. આ પ્રકારની નિર્વિશમાન કલ્પસ્થિતિ છે.
() નિર્વિષ્ટ કલ્પસ્થિતિ–જેમણે વિવક્ષિત ચારિત્રનું સમ્યક રીતે પાલન કર્યું છે એવા અનુપારિવારિકના કલ્પની જે સ્થિતિ છે, તેને નિવિષ્ટ કલ્પસ્થિતિ કહે છે. અહીં પણ પ્રતિદિન આયંબિલની તપસ્યા અને ભિક્ષાચર્યા ર૦–૧૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૫