Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષાચર્યા કરે છે. તેમાં પહેલી બે પિવૈષણાના ગ્રહણ કરવાવાળા હોતા નથી છે અને બાકીની પાંચ એષણાઓમાંથી બે ચોગ થતાં તેમાંથી કોઈ એક એષણ વડે ભિક્ષા ( આહાર પાણી) ગ્રહણ કરતા હોય છે. કહ્યું પણ છેછે દક્ષિણ નિમાયા હત્યારા આ પ્રકારનું પાંચમી કલ્પસ્થિતિનું સ્વરૂપ છે.
() સ્થવિરકલ્પસ્થિતિ–જે આચાર્ય આદિ સાધુ ગચ્છમાં રહે છે તેમને સ્થવિર કહે છે. તેમના કપની જે સ્થિતિ છે તેને સ્થવિરકલ્પસ્થિતિ કહે છે. કહ્યું પણ છે કે “સંગમgsો” ઈત્યાદિ–
આ ગાળામાં સ્થવિર ક૯૫નો આ પ્રકારને કેમ બતાવ્યું છે– પ્રથમ શ્રતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ અને તેના દ્વારા સમ્યકત્વની પ્રાપ્તિ, ત્યાર બાદ આલેચનાપૂર્વક પ્રવજ્યાની પ્રતિપત્તિ અને તેના દ્વારા ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાના અધિકારને લાભ, (સૂત્રને ગ્રહણ કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને પ્રતિલેખના આદિ રૂપ આસેવન શિક્ષા હોય છે, ત્યારબાદ સૂત્રને અર્થ ગ્રહણ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનિયતવાસ કરે છે. ગ્રામ, નગર, સન્નિવેશ આદિ કેમાં ગુરુની આજ્ઞાથી વિચરવું તેનું નામ અનિયતવાસ છે. વિચરણ કરવાની યોગ્યતાવાળા સાધુને જ આ પ્રમાણે વિચરણ કરવાની આજ્ઞા મળે છે. છતાં તે સાધુ એકાકી વિહાર કરી શકો નથી. ગુરુની આજ્ઞાથી અન્ય સાધુઓ તેની સાથે વિહાર કરે છે. સ્થવિર કલપને આરાધક સાધુ સંયમના પાલનમાં વિશેષ પ્રયત્નશીલ હોય છે. જ્ઞાન દર્શન અને ચારિત્રને પૂર્ણ રૂપે આરાધક હોય છે જે તેનું આયુષ્ય લાંબુ હોય અને તે ચાલવાને અશક્ત થઈ ગયો હોય તે કઇ ત્રિમાં તે સ્થિર વાસ અંગીકાર કરી લે છે. આ રીતે સ્થિરવાસમાં એક જ ક્ષેત્રમાં રહેવા છતાં પણ તે સાધુ દેથી રહિત વસતિમાં જ રહે છે
તથા–“gam fણવાવ” ઇત્યાદિ
આ ગાથાને ભાવાર્થ ઉપર કહ્યા પ્રમાણે જ છે. જિનકલિપક અને સ્થવિર કલ્પિકની સ્થિતિના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા પાઠકેએ ઉત્તરાધ્યયન સવના બીજા અધ્યનનની મારી બનાવેલી પ્રિયદર્શિની ટીકા વાંચી લેવી. અહીં જે સામાયિકક૫સ્થિતિ, દેપસ્થાપનીય કલ્પસ્થિતિ, ઈત્યાદિ ક્રમથી પાઠ રાખવામાં આવે છે તેનું કારણ એ છે કે પહેલાં સામાયિકનું જ આરોપણ થાય છે, ત્યાર બાદ છેદો પસ્થાપનીયનું આરે પણ થાય છે.
તથા ગૃહીત છેદો પસ્થાપનાવાળા જ નિર્વિશમાનક થાય છે, ત્યાર બાદ જ તેઓ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે, અને ત્યાર બાદ તેઓ જિનકલ્પિક અથવા વિરકલ્પિક થઈ જાય છે. એ સૂ. ૫૬ છે
ઉપરના સૂત્રમાં કહ૫સ્થિતિનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે મહાવીર પ્રભુ દ્વારા કરવામાં આવ્યું છે, તેથી હવે સૂત્રકાર મહાવીર પ્રભુ વિશે થોડું કથન કરે છે. “મને મળવું મહાવીરે” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૭