Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું પણ છે કે “મુરિક જોજના” ઈત્યાદિ–
તે મૌખરિક મૃષાવાદ વિરમણ વ્રતને પરિમન્યુ ( વિરાધક ) હોય છે, કારણ કે તેની વાચાળતાને કારણે તે જે કઈ વાત કરતો હોય તેમાં અસર ત્યતા (મૃષાવાદ) સંભવી શકે છે. હવે ત્રીજા પ્રકારના પરિમજુ પ્રકટ કરવામાં આવે છે–
જે સાધુના નેત્ર ચંચલ હોય છે તેને ચક્ષુલેલક કહે છે. માર્ગમાં ચાલતી વખતે તે આસપાસની ચીજોને જોતાં જોતાં ચાલે છે, તેથી તેના દ્વારા ઈસમિતિની વિરાધના થાય છે. ચાલતાં ચાલતાં ધર્મકથા કરનાર સાધુને પણ ઉપલક્ષણની અપેક્ષાએ ચક્ષુઓંલક કહી શકાય છે.
કહ્યું પણ છે કે “સો ” ઈત્યાદિ--
ઉદ્યાન આદિને જોતાં જોતાં ચાલનારે અથવા ધર્મકથા કરતાં કરતાં ચાલનારે સાધુ અનુપયુક્ત હોય છે એટલે કે પિતાના ગમન માર્ગ પર ઉપગપૂર્વક ચાલનાર હોતે નથી આ પ્રકારને સાધુ અર્યાપથિકી સમિ. તિને પરિમન્યુ ( વિનાશક) હોય છે. ઈર્યા એટલે ગમન. તે ગમનના માર્ગને ઈર્યા કહે છે. ચક્ષુલેલક સાધુ આ ઇર્યાપથ સમિતિનું સમ્યફ રીતે પાલન કરી શકતા નથી તે કારણે તે અર્યાપથિકી સમિતિને વિરાધક બને છે.
કહ્યું પણ છે કે “છાયા વિરાટ્ટાન” ઈત્યાદિ--
છકાયોની વિરાધના થવાથી સંયમની વિરાધના થાય છે. અસાવધાની પૂર્વક ચાલવાથી કાંટે વાગે, પડી જવાય, પાત્ર આદિ ફૂટે અને તે કારણે લેકમાં નિન્દા પણ થાય અને પિતાને હાનિ થાય છે, સાથે સાથે ધર્મની પણ વિરાધના થાય છે.
स्था०-५८
ચોથે પરિમલ્થ “તિન્તિણિક ગણાય છે. ઉદ્રમાદિદેષ રહિત આહાર પાણીની ગવેષણ રૂપ એષણું હોય છે. તે એષણ પ્રધાન જે ગોચરી ( ભિક્ષાચર્યા) છે તેને એષણ ગોચર કહે છે. ભિક્ષાચર્યા આદિમાં પુરતાં આહાર પાણીની પ્રાપ્તિ ન થવાથી જે સાધુ ખિન્ન થઈ જાય છે અને ક્રોધના આવેશમાં આવી જઈને મનમાં આવે તે બકવા માંડે છે, એવા સાધુને * તિતિણિક” ( તિતાલિ) કહે છે. એ સાધુ અનેષણીય આહારાદિ પણ ગ્રહણ કરી લે છે. તેથી એ સાધુ એષણ ગોચરનો પરિમળ્યું (વિરાધક) ગણાય છે.
- પાંચમે પરિમળ્યુ “ઈચછા લેબિક” ગણાય છે. પૃડા એટલે ઈચ્છા અને લેભ એટલે તૃષ્ણ. જે સાધુમાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિની સ્પૃહા અને તૃષ્ણા અધિક હોય છે એવા સાધુને ઈચ્છાભિક કહે છે. એ સાધુ ભક્તિમાર્ગને પરિમલ્થ (વિરાધક) હોય છે. કારણ કે મુક્તિ નિભતા રૂપ હોય છે. આંધક ઉપધિવાળે સાધુ પિતાના અપરિગ્રહ વ્રતનું પાલન કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૨