Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નર થી લઈને “સત્તારા વહાણ નાં માળિયાવં” આ સૂત્રપાઠ પર્યનના લખાણ દ્વારા વ્યક્ત કરી છે.
હવે સત્રકાર સમયક્ષેત્રમાં ( મનુષ્યક્ષેત્રમાં) રહેલાં ભરતાદિ ક્ષેત્રોની અને તેમાં આવેલા પર્વતાદિકેની પાંચ સ્થાનકની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે.
ળ ઈત્યાદિ–સૂર્યની ગતિ વડે પ્રકટ થતાં ઋતુ, અયન આદિ રૂપ સમયથી યુક્ત જે ક્ષેત્ર છે, તેને સમયક્ષેત્ર કહે છે. એવું સમયક્ષેત્ર ( મનુષ્યક્ષેત્ર) અઢી દ્વીપ છે. આ મનુષ્યક્ષેત્રમાં પાંચ ભરત, પાંચ ઐરવત યાવતુ પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત અને તે સિવાયના બીજા ક્ષેત્રે પણ છે. વળી ત્યાં સદાપાતી પર્વતોથી લઈને પાંચ મન્દર અને પાંચ મદર ચૂલિકાઓ પર્યતનું બધું છે. ચોથા સ્થાનકના બીજ ઉદ્દેશામાં આ વિષયને અનલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તેવું કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ, પરતુ ઈષકાર પર્વત ચાર જ છે, તેથી અહીં તેમનું કથન કરવું જોઈએ નહીં. “નવ વસુથારા સ્થિ” આ સૂત્રપાઠ દ્વારા એ જ વાત પ્રકટ કરવામાં આવી છે કે ઈષકાર પર્વત ચાર જ હોવાથી તેમનું કથન અહીં કરવું જોઈએ નહી. | સૂ. ૨૪ છે
2ષભ વિગેરહ તીર્થકરોંકા નિરૂપણ
આ પ્રકારે મનુષ્યક્ષેત્રના પર્વત આદિનું કથન કરીને હવે સૂત્રકાર ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણ રૂપ જે કષભદેવ આદિ પુરુષે થયા હતા તેમને વિષે થોડું કથન કરે છે.
“ sai [ વહોઝિg iા” ઈત્યાદિ–
ટીકાઈ–કેશલ દેશમાં ઉત્પન્ન થયેલા ઋષભદેવ જિનેશ્વરની ઊંચાઈ પ૦૦ ધનુષપ્રમાણ હતી ચાતુરન્ત ચક્રવતી ભરત રાજા પણ ૫૦૦ ધનુષપ્રમાણ ઊંચા હતા. બાહુબલી અણગાર, બ્રાહ્મી આર્યા અને સુંદરીની ઊંચાઈ પણ એટલી જ હતી. ઋષભદેવ સૌથી પહેલા તીર્થંકર થઈ ગયા, અને ભરત, બાહુબલી, બાહ્યી અને સુંદરી તેમનાં પુત્રપુત્રી હતાં. આ સૂ. ૨૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૪૯