Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સવત્સર પણ ચન્દ્ર આદિના ભેદોની અપેક્ષાએ પાંચ પ્રકારનુ` કહ્યું છે. જે પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે-નક્ષત્ર, ચન્દ્ર ઈત્યાદિ. તે પાંચ પ્રકારોમાંના નક્ષત્ર સંવત્સર નામના પહેલા પ્રકારનું સૂત્રધાર હવે કથન કરે છે. સમન ” ઇત્યાદિ.
કૃતકાઢિ નક્ષત્ર સમાનતાપૂર્વક કાર્તિકી પૂર્ણિમા આદિ તિથિની સાથે જેમાં સબધ કરે છે, તેનું નામ નક્ષત્ર સવત્સર છે. આ કથનના ભાવાથ એ છે કે જે નક્ષત્રો જે તિથિએમાં સામાન્ય રૂપે હાય છે તે નક્ષત્રે જે તિથિ એમાં સામાન્ય રૂપે હાય છે, તે નક્ષત્રા એ જ તિથિઓમાં જ્યાં હાય છે, જેમકે જેઠ, શ્રાવણુ, માશીષ ( માગશર ) આ ત્રણ માસનાં નામ તે તે નક્ષત્રોના નામ ઉપરથી પડયા નથી, કારણ કે જેઠ માસ મૂલનક્ષત્ર સાથે, શ્રાવણ માસ ધનિષ્ઠા નક્ષત્રની સાથે અને માગશર માસ નક્ષત્રની સાથે આવે છે. બાકીના મહિનાઓ તે :તે નક્ષત્રાના નામવાળા ડાય છે. જેમકે કૃત્તિકા પરથી કારતક માસ, પુષ્ય નક્ષત્ર પરથી પાષ માસ, ઈત્યાદિ નામે નક્ષત્ર પરથી જ પડયાં છે. કહ્યું પણ છે કે;
આ
66
‘નેટ્ટો વજ્જર,, મૂલેન્ ’’ ઈત્યાદિ—
તથા- જેમાં છએ ઋતુઓ સમાન રૂપે પરિણમે છે–વિષમ રૂપે પરિશુમતી નથી એટલે કે કાક પછી હેમન્ત ઋતુ, પાષ પછી શિશિર ઋતુ, આ પ્રકારની સમાનતાથી જ જ્યાં ઋતુ પરિણમે છે, અને જ્યારે અતિ ઠંડી પણ હાતી નથી અને અતિ ગરમી પણ હાતી નથી, પરન્તુ સમશીતષ્ણુ આમાહવા જ રડે છે તથા જેમાં ખૂબ જ વરસાદ વરસે છે એવુ′ તે પ્રમાણ સવત્સર નક્ષત્ર સૌંવત્સર રૂપ હાય છે. તે સંવત્સર નક્ષત્રાની ગતિ રૂપ લક્ષગ્રેાથી લક્ષિત હોવાને કારણે નક્ષત્ર સવત્સરને નામે એાળખાય છે, એમ સમજવુ' જોઇએ.
ચન્દ્ર સવસર—જે સંવત્સરમાં ચન્દ્ર બધી પૂર્ણીમાએ સાથે સબ`ધ રાખે છે તથા વિષમ ચાલવાળાં નક્ષત્ર જેમાં હેાય છે એવા સંવત્સરને ચન્દ્ર સવત્સર કહે છે. તે સંવત્સરમાં અતિશય ઠં`ડી અથવા અતિશય ગરમી પડે છે અને ભારે વરસાદ પડે છે. આ સંવત્સર ચન્દ્રની ગતિરૂપ લક્ષણૈાથી લક્ષિત હાવાને કારણે તેને લક્ષણની અપેક્ષાએ ચન્દ્ર સંવત્સર કહે છે.
ઋતુ સવસર—જેમાં વ્રુક્ષ વિષમ રૂપે પરિણમન પામે છે. અકુતિના ઉર્દૂભેદ થવા રૂપ દશાને પ્રાપ્ત કરે છે, તથા અકાળે પણ જે ફૂલફળ દે છે, જેમકે ચૈત્ર માસમાં પુષ્પ અને ફ્લેદ્ગમશીલ રસાળ આમ્રવૃક્ષ મહા આદિ માસામાં ફૂલફળ દેતાં થઈ જાય છે, તથા જે સ'વત્સરમાં સારી વૃષ્ટિ થતી નથી, તે સવત્સરને ઋતુ સવત્સર કહે છે. આ ઋતુ સંવત્સરને જ કામણ સ'વત્સર કહે છે. અથવા આ કાણુ સંવત્સરના જ ઋતુસંવત્સર અને સાવન સંવત્સર રૂપ ખીજા નામેા કહ્યાં છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૦