Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકેન્દ્રિયાદિક જીવોની આ જે દીર્ઘકાળની કાયસ્થિતિ પ્રકટ કરવામાં આવી છે, તેનું કારણ એ છે કે તે જીવે એ પૂર્વભવમાં વારંવાર પ્રમાદનું સેવન કર્યું હોય છે. પ્રમાદનું સેવન કરનારો જીવ ધર્મથી વર્જિત (રહિત) ચિત્તવાળું બની જાય છે. તેથી ધર્મની પ્રવૃત્તિમાં પ્રવૃત્તિશીલ રહેવાનું ધીર પુરુષનું કર્તવ્ય થઈ પડે છે. તે સૂ. ૧૧ છે
ઇન્દ્રિયોના અર્થ માં વિશ્વમાં) જે આ જીવને સંવરની પ્રાપ્તિ થઈ જાય છે, તે તેને માટે માનુષય આદિની પ્રાપ્તિ સુલભ બની જાય છે. ઇન્દ્રિ પાર્થના અસંવરમાં તે તે દુર્લભ બની જાય છે. તેથી હવે સૂત્રકાર છે પ્રકારના ઈન્દ્રિયોંનું કથન કરે છે.
ઈન્દ્રિયાર્થો કે છ પ્રકારકા નિરૂપણ
“ ફુરિયા પાના” ઈત્યાદિ–
ઈન્દ્રિયોના અર્થ (વિષય) છ કહ્યાં છે–(૧) શ્રોત્રેન્દ્રિયથી લઇને સ્પશેન્દ્રિયના વિષય પર્યરતના પાંચ ઈન્દ્રિયાર્થીને અહીં ગ્રહણ કરવા જોઈએ. (૫) ને ઈન્દ્રિયને વિષય.
ઈન્દ્રિયોના વિષય છ પ્રકારના બતાવ્યા છે. શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ છે, ચક્ષુરિન્દ્રિયને વિષય રૂપ છે, ઘ્રાણેન્દ્રિય વિષય ગબ્ધ છે, રસના ઈન્દ્રિયને વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયને વિષય સ્પર્શ છે. “ને ઈન્દ્રિય આ પદમાં ને શબ્દ દેશનિષેધપરક અને સાશ્યપરક છે. ઈન્દ્રિય તેને કહે છે કે જે ઔદારિક રૂપ અને અર્થ પરિછેદક રૂપ ધર્મદ્રયથી યુક્ત હેય છે. આ બે ધર્મોમાંથી ઔદારિકત્વ રૂપ એકદેશના નિષેધને લીધે મનને ન ઈન્દ્રિય રૂપ કહ્યું છે. અથવા “ના” પદને જે સાદેશ્યાર્થક માનવામાં આવે, તે ન ઈન્દ્રિયને અર્થ આ પ્રમાણે થાય છે-“જે અર્થ પરિચછેદતાને લીધે ઈન્દ્રિયોના સમાન છે, એવું મન ન ઈન્દ્રિય રૂ૫ છે. અર્થ પરિ છેદકતાને મનમાં અવશ્ય સદ્ભાવ છે, તેથી મન “ને ઈન્દ્રિય” જ છે. મનને વિષય છાદિ પદાર્થ છે. મન આન્તર કરણ છે, અને જે કરણ હોય છે તે ઈન્દ્રિય રૂપ જ હોય છે. ઇન્દ્રિયના વિધ્યને ઈન્દ્રિયાઈ કહે છે. ઈન્દ્રિયે ૬ હેવાથી ઈન્દ્રિયાર્થ પણ છ કહ્યા છે. છે . ૧૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૬