Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાનકે સ્વરૂપકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વિષય જ્ઞાન દ્વારા જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર એ સૂત્રેા વડે જ્ઞાનની પ્રરૂપણા કરે છે. ગામિળિયોફિયનાળÆ '' ઇત્યાદિ~~
આભિનિષેાધિક જ્ઞાનના ( મતિજ્ઞાનના ) અર્થાવગ્રહ ( સમસ્ત રૂપાદિ વિશેષાની અપેક્ષાથી રહિત એવા અનિર્દેશ્ય સામાન્ય માત્રરૂપ અને જે ગ્રહણ કરવાનું થાય છે તેનું નામ અર્થાવગ્રડ છે) પ્રથમ પરિચ્છેદન રૂપ હોય છે. પ્રથમ પરિચ્છેદ નિર્વિકલ્પ જ્ઞાનરૂપ હોય છે. તથા નિર્વિકલ્પ જ્ઞાન દર્શનરૂપ હોય છે અર્થાવગ્રહના બે ભેદ કહ્યા છે-(૧) નૈશ્ચયિક અને (૨) બ્યાવ હારિક. અહીં જે અર્થાવગ્રહ કહ્યો છે તે નૈૠયિક - અર્થાવગ્રહ સમજવે. આ નૈૠયિક અર્થાવગ્રહનુ કાળપ્રમાણ એક સમયનું હોય છે. “ આ શબ્દ છે ' એવું જે અર્થના અવગ્રહ રૂપ જ્ઞાન હોય છે. તેનુ' નામ વ્યાવહારિક અર્થાવગ્રહ છે. તે બ્યાવહારિક અર્થાવગ્રહનું કાળપ્રમાણ એક અન્તર્મુહૂતનું હોય છે. તે પાંચ ઇન્દ્રિયા અને મનથી ઉત્પન્ન થાય છે. તેથી તેના નીચે પ્રમાણે છ પ્રકાર કહ્યા છે–શ્રોત્રેન્દ્રિય જન્ય અર્થાવગ્રહથી લઈને નાઇન્દ્રિયજન્ય અર્થાવગ્રહ યન્તના છ પ્રકાર અહીં સમજી લેવા. ચક્ષુ અને મન, આ ખન્નેને અપ્રાપ્યકારી માનવામાં આવ્યા છે, તેથી વ્યંજનાગ્રહ-અપ્રકટ પદ્માના અવગ્રહ રૂપ જ્ઞાન-તે બન્ને ઇન્દ્રિયા દ્વારા થતું નથી. તે બન્ને ઇન્દ્રિયા વડે તે અર્થાવગ્રહ જ થાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિયા વડે જન્ય અર્થાવગ્રહ પાંચ પ્રકારના હોય છે અને જે મનથી જન્ય અના અગ્રહ રૂપ જ્ઞાન હોય છે. તેનુ' નામ ના ઇન્દ્રિયાર્થાવગ્રહ ' છે. આ અવગ્રહના છઠ્ઠો પ્રકાર છે. ભાવમન વર્ડ દ્રબ્યુન્દ્રિયના વ્યાપારની અપેક્ષા રાખ્યા વિના ઘટાઢિ રૂપ પદાર્થીના સ્વરૂપને દર્શાવનારે જે મેધ થાય છે તે નાઇન્દ્રિયાર્થાવગ્રડ છે. આ નાઇન્દ્રિયાવગ્રહ જ્યાં સુધી રૂપાદિ અર્થના આકાર આદિની ચિન્તાથી રહિત હાય છે ત્યાં સુધી પ્રથમ એક સમયના નૈૠયિક અર્થાવગ્રહ કહેવાય છે, કારણ કે તે અનિર્દેશ્ય સામાન્ય માત્રના ચિન્તન રૂપ હોય છે. મનને નેઇન્દ્રિય કહે છે. તે મનના દ્રવ્યમન અને ભાવમન નામના બે ભેદ કહ્યા છે. જે મન:પર્યામિ નામક્રમના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૬ ૯