Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્રમાદપૂર્વક જે પ્રતિલેખના કરવામાં આવે છે તેનું નામ અપ્રમાદ પ્રતિલેખન છે. તેના નીચે પ્રમાણે છ પ્રકારે છે–(૧) અનર્તિત, (૨) અવલિત, (૩) અનનુબલ્પિ, (૪) અમેશલિ, (૫) પુરિમા નવ બેટ અને (૬) પ્રાણ પ્રાણવિશોધન.
અનર્તિત અપ્રમાદ પ્રતિલેખન–જે પ્રત્યુપેક્ષણમાં પ્રત્યુક્ષિણા કરનાર વ્યક્તિ દ્વારા વસ્ત્ર અથવા શરીરને નચાવવામાં (ડોલાવવામાં) આવતું નથી તે પ્રત્યુપેક્ષણને અનતિત અપ્રમાદ પ્રતિલેખના કહે છે.
અવલિત અપ્રમાદ પ્રતિલેખના–જે પ્રત્યુપેક્ષણામાં વસ્ત્ર અને શરીર, એ બનેને સંકુચિત કરવામાં આવતા નથી એવી પ્રતિલેખનાને અવલિત અપ્રમાદ પ્રતિલેખના કહે છે.
અનનબન્ધી પ્રયુક્ષિણાજે પ્રત્યુપેક્ષણમાં નિરન્તર પ્રફેટન (ઝટકારવાની ક્રિયા) ને અભાવ રહે છે તે પ્રત્યુપેક્ષણને અનનુમન્દી પ્રત્યુપેક્ષણ કહે છે. અહીં પ્રસ્કેટનનું સાતત્ય ગ્રહણ થયું છે. તે પ્રટનના સાતત્ય રૂપ અનુખને જે પ્રત્યુપેક્ષણામાં અભાવ હોય છે તે પ્રત્યુપેક્ષણને અનનુબધી અપ્રમાદ પ્રતિલેખના કહી છે.
અમેશલી અપમાદ પ્રતિલેખના—પૂર્વોક્ત લક્ષણવાળી મોશલીને જે પ્રત્યુપેક્ષણામાં સદ્ભાવ હેત નથી એવી પ્રત્યુપેક્ષણાને અમલી અપ્રમાદ પ્રતિલેખના કહે છે.
ષટુ પુરિમા નવ બેટ અપ્રમાદ પ્રતિલેખના–આંખો વડે જોઈને જ પ્રસ્કેટન ( ઝટકારવાની ક્રિયા) કરાય છે, તેને “પુરિમ” કહે છે. પ્રમાજના કર્યા બાદ જે પ્રશ્કેટન થાય છે તેને ખેટ કહે છે. આ પ્રકારનું પુરિમ અને બાટ વચ્ચે અન્તર છે. વઅને ઉકેલીને તેના આગલા ભાગનું ઉપર, વચ્ચે અને નીચેના ભાગમાં આંખ વડે બારીક નિરીક્ષણ કરીને ત્રણ પરિમા (ત્રણ પ્રટન) કરવા જોઈએ. ત્યારબાદ તેને ફેરવી નાખીને ફરીથી એ જ પ્રમાણે આંખેથી બારીક નિરીક્ષણ કરીને ત્રણ પુરિમા કરવા જોઈએ. આ પ્રકારના ૬ પુરિમા સમજવાનવ ખોટનું સ્વરૂપ આ પ્રકારનું છે-જે વસની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૭