Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિવાદકે સ્વરૂપના નિરૂપણ
આગલા સૂત્રમાં તપના પ્રકારોનું નિરૂપણ કર્યું તે તપના વિષયમાં કેટલાક લેકે વિવાદ કરતા હોય છે, તેથી હવે સૂત્રકાર વિવાદના સ્વરૂપનું
નિરૂપણ કરે છે. “ વિશે વિવાgoળ” ઈત્યાદિ
વિવાદ ૬ પ્રકારને કહ્યો છે. જેમકે “એસિક્કઈત્તા ” આદિ ૬ પ્રકાર સમજવા. કોઈ વિષયને અનુલક્ષીને-વિરૂદ્ધ, અસંમત બે વિષયને અનુલક્ષીને કઈ બે વ્યક્તિઓ વચ્ચે જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. તેનું વરૂપ આ પ્રકારનું કહે છે. “દિક્યાયાદિના તુ ” ઈત્યાદિ–
લબ્ધિ ખ્યાતિ આદિની કામનાથી કોઈ અમહાત્મા દ્વારા જય પરાજયની ભાવના પૂર્વકની છળપ્રધાનતાવાળી જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. વાદી પ્રતિવાદી વચ્ચે આ વિવાદ થાય છે. તેના નીચે પ્રમાણે ૬ પ્રકાર છે – (૧) વિવાદ વખતે પ્રતિપક્ષીના પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ બનેલો વાદી તે વખતે તે ત્યાંથી ખસી જાય છે, પણ અમુક કાળ જવા દઈને ફરી તેની સાથે જે વિવાદ કરે છે તેનું નામ “અવષ્પષ્કય વિવાદ” છે. (૨) મોકે મળતાં ફરી જાતે જ જઈને જે વિવાદ કરવામાં આવે છે તે વિવાદને “ઉધ્વષ્કય વિવાદ કહે છે. (૩) મધ્યસ્થની અથવા પ્રતીપક્ષીની વાતને પહેલા સ્વીકાર કરી લઈને તેમને અનુકૂલ કરી લઈને જે વિવાદ કરવામાં આવે છે તેને
અનુમયિત્વા વિવાદ” કહે છે. (૪) પૂર્ણ સામર્થ્યથી યુક્ત એવા વાદી દ્વારા પહેલાં મધ્યસ્થને અથવા પ્રતિપક્ષીને પ્રતિકૂલ કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ પ્રતિમયિતા વિવાદ ” છે. (૫) મધ્યસ્થની સારી રીતે સેવા કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ભકન્યા વિવાદ છે. “મધ્યસ્થને પિતાના પક્ષમાં કરી નાખીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ મિશ્રયિત્વા વિવાદ” છે. સૂ. ૩૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૯