Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષાચર્યા કહે છે તેવા બે ભેદ છે--(૧) આભ્યન્તર શખૂકાવર્તા, અને (૨) બહિબ્રૂકાવત્ત. ગ્રામાદિના મધ્યભાગમાં આવેલા ઘરથી શરૂ કરીને બહારના ભાગમાં આવેલા ઘરે સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ આવ્યન્તર શખૂકાવર્તા ભિક્ષાચર્યા છે. બહારના ભાગમાં આવેલા ઘરથી શરૂ કરીને મધ્યભાગના ઘરો સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ બહિશખૂકાવર્તા ભિક્ષાચર્યા છે.
(૬) ગલ્લા પ્રત્યાયાતા–જે ભિક્ષાચર્યામાં ગમન કરીને પ્રત્યાગમન થાય છે, તે ભિક્ષાચર્યાને નવા પ્રત્યાયાતા કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે ભિક્ષાચર્યામાં સાધુ ઉપાશ્રયમાંથી બહાર નીકળીને પહેલા એક ગૃહપંક્તિમાંથી ભિક્ષા ગ્રહણ કરીને ક્ષેત્રપર્યત સુધી આગળ ચાલ્ય જાય છે અને પછી ત્યાંથી પાછો કરીને બીજી ગૃહપંક્તિમાં ભિક્ષાને નિમિત્તે પ્રવેશ કરે છે અને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરીને તે ઉપાશ્રયમાં આવી જાય છે. આ પ્રકારની ભિક્ષાચર્યાને ગવાબત્યાયાતા ભિક્ષાચર્યા કહે છે. જે સૂ. ૪૧ છે
ઉપરના સૂત્રમાં સાધુઓની વિશિષ્ટ ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું.
અસાધુચર્યાકે ફલભોગનેવાલોંકી ગતિકા નિરૂપણ
હવે સૂત્રકાર ચર્ચાનો વિષય સાથે સુસંગત એવા વિષયનું નિરૂપણ કરે છે. જે સાધુ સાધુચર્યાના નિયમોનું પાલન કરતે નથી-અસાધુચર્યાનું સેવન કરે છે. એવા સાધુને તેના ફલસ્વરૂપે કેવા સ્થાનમાં જન્મ લેવું પડે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. “કબૂરી મંત્રણ પાવર” ઈત્યાદિ–
ટીકાઈ–જંબુદ્વીપ નામના મધ્ય દ્વીપમાં જે મન્દર પર્વત આવેલ છે તેની દક્ષિણ દિશામાં રત્નપ્રભા નામની પૃથ્વીમાં (પહેલી નરકમાં) ૬ અપકાન્ત (સકળ શુભ ભાવથી રહિત, અતિનિકૃષ્ટ એવાં) નરકાવાસે આવેલાં છે અથવા
“મા આ પદની સંસ્કૃત છાયા “અપાર” પણ થાય છે. તે સંસ્કૃત છાયાની અપેક્ષાએ તે નરકાવાસોને અશોભન અથવા અકમનીય વિશેષણ પણ લગાડી શકાય છે. જો કે બધાં નરકાવાસે એવાં જ છે, છતાં પણ આ ૬ નરકાવાસમાં ખાસ કરીને “અપકાન્તતા” અથવા “અપકાન્તતા જ છે, તેથી તેમને આ વિશેષણ લગાડવામાં આવ્યું છે. તે નરકાવાસેનાં નામ આ પ્રમાણે છે–() લોલ, (૨) લાલુપ, (૩) ઉદ્દગ્ધ, (૪) નિષ્પ, (૫) જરક અને (૬) પ્રજરક. એ જ પ્રમાણે પંકપ્રભા નામની ચેથી નરકમાં પણ છ અપક્રાન્ત મહાનિર (નરકવાસે) આવેલાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે–૧ આર, ૨ વાર, ૩ માર, ૪ રર, પરારુક અને ૬ ખાડખડ છે સૂ. ૪૨ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬ ૨