Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ સામન્નમેત્તાહનું ” ઈત્યાદિ-
"
આ ગાથામના અર્થ આ પ્રમાણે છે—જે સામાન્ય માત્રને ગ્રહણ કરે છે તે એક સમયના પ્રમાણ કાળવાળા નૈૠયિક પ્રથમ અવગ્રહ છે. બીજો જે અવગ્રહ છે તે ત્યાર બાદ ઇહિત વસ્તુવિશેષને ગ્રહણ કરવાના સ્વભાવવાળે હાય છે. તેના કાળનું પ્રમાણ એક અન્તમુહૂર્તનું છે અને તે અવાય (નિશ્ચય) રૂપ હોય છે, એ જ વ્યાવહારિક અમડુ છે. તેને જે અવગ્રહ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે તે ઇઠ્ઠા અને અવાયની અપેક્ષાએ ઔપચારિક રીતે કહેલ છે, કારણ કે તે વિશેષાપેક્ષ સામાન્યને ગ્રહણુ કરે છે. ત્યાર ખાદ અવગ્રહ દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય અની વિશેષ રૂપે જે આલેચના થાય છે, તેનુ નામ ઈહા' છે. ત્યાર બાદ અપગ્રેડ અને ઇહા દ્વારા સામાન્ય વિશેષ રૂપે ગૃહીત થયેલા પદાર્થોના ‘ અવાય’ રૂપ એધ થાય છે તે અવાય નિશ્ચય રૂપ હોય છે. ત્યાર બાદ સામાન્ય વિશેષની અપેક્ષા જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી ધારણા રૂપ છેલ્લા ભેદ રહે છે. શરૂઆતમાં સામાન્યને ઘેાડીને નિશ્ચય વર્ક સર્વત્ર ઇહા અને અવાયના સદ્દભાવ હાય છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે સામાન્યમાં તે અવગ્રહ રૂપ એપ જ થાય છે અને વિશેષમાં હા અવાય રૂપ એપ થાય છે. વ્યવહારાર્થાવગ્રહ મતિ જો કે અવાય રૂપ ડાય છે, પરન્તુ તે ઉત્તરકાળભાવી છઠ્ઠા અને અવાય રૂપ મેધ થવામાં કારભૂત હાય છે તેથી તેને અવાય અવગ્રહ કહેવામાં આવેલ છે. તારતમ્ય ( નિશ્ચય ) ના અભાવમાં અવાય રૂપ એધને જ સદ્ભાવ રહે છે. એટલે કે જ્યાં અવગ્રહું પછી એવા આધ થાય છે કે આ દાક્ષિણુત્ય છે કે ઔયિ છે. તે આ શકાનું' નિવારણ કરવાને માટે નિશ્ચય કરાવવા તરફ ઝુકતા એવા જે બેધ થાય છે કે તે દક્ષિણી જ હાવા જોઈએ, તેા એવા જ્ઞાનનું નામ ઇહા છે, પરન્તુ આ દક્ષિણી જ હોવા જોઈએ એવા જે અવાય રૂપ મેધ થાય છે તેમાં તારતમ્ય (શ'કાના સહેજ પણ સદ્ભાવ) હાતું નથી-તેમાં તે નિશ્ચય જ હાય છે. અન્તુ અવગ્રહ અને ઇહા દ્વારા સામાન્ય રૂપે ગ્રહીત થયેલા અથ અવાય દ્વારા નિશ્ચય રૂપે ગ્રહણ થઈ ગયા બાદ સર્વત્ર ધારણા થાય છે. આ ધારણા ગૃહીત થયેલ પદાર્થને ઘણા કાળના અન્તર ખાદ પણ વિસ્તૃત થવા દેતી નથી, કારણ કે તે ધારણા દ્વારા આત્મામાં એવા સ ́સ્કાર ઉત્પન્ન થઈ જાય છે કે તે સસ્કારને કારણે આત્મા તે પદાર્થને ઘણુા કાળ વ્યતીત થઈ ગયા ખાદ પણ યાદ રાખી શકે છે. આ પ્રકારના આ પાંચ ગાથાઓના અથ થાય છે. હવે સૂત્રકાર વ્યવહારાર્થાવગ્રડું રૂપ મતિના છ ભેદોનુ. વિવેચન કરે છે—કાઈ એક વ્યવહાર્થાવગ્રહ રૂપ મતિ એવી હોય છે કે જે જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશ્ચમની શીવ્રતાથી ચન્તનાદિના સ્પર્શને જાણી લે છે. કોઈ એક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૨