Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છઠે સ્થાનકા વિષય વિવરણ
– સ્થાન ૬ ઉદ્દેશક ૧ - પાંચમાં સ્થાનનું કથન સમાપ્ત થયું. હવે છઠ્ઠા સ્થાનનું કથન કરવામાં આવે છે. પૂર્વ સ્થાન સાથે તેને સંબંધ આ પ્રકારને છે–
પૂર્વ સ્થાનમાં જીવાદિ પર્યાની પ્રરૂપણા કરવામાં આવી છે, અહીં પણ તેમની જ પ્રરૂપણ કરવામાં આવશે. પાંચમાં સ્થાનકના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકાર છે-પાંચમાં સ્થાનના અંતિમ સત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પાંચ ગણી રૂક્ષતાવાળા પુલસ્કન્ય અનંત કહ્યા છે. તેમની અર્થરૂપે આ પ્રકારની પ્રજ્ઞાપના તીર્થકરેએ કરી છે, અને સત્ર રૂપે પ્રરૂપણું ગણધરોએ કરી છે. તે ગણધરે જે ગુણેથી યુક્ત હોય છે તે ગુણેનું સૂત્રકાર હવે કથન કરે છે.
“ છહિં કહિં સંપજે ગરે” ઈત્યાદિ–
ગણઘરોકે ગુણકા નિરૂપણ
ટીકાર્યું–જે અણગાર છ સ્થાનેથી (છ પ્રકારના ગુણેથી) યુક્ત હોય છે, એ જ અણુગાર ગચ્છને ધારણ કરવાને યોગ્ય હોય છે અને ગ૭માં મર્યા દાનું પાલન કરાવનાર હોય છે. તે છ સ્થાન નીચે પ્રમાણે છે –
(૧) “બાર પુણવત્તાત”—જે શ્રદ્ધાશીલ પુરુષ વિશેષ હોય છે, તેને અદ્ધિ પુરુષ જાત' કહે છે. એટલે કે ગણધરને તીર્થકર ભગવાનના વચને પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ.
(૨) “સત્ર પુનાત”—જીને માટે જે હિતકારી હેય છે, તેનું નામ જ સત્ય છે. જે પુરુષ ના હિતનું ચિન્તવન કર્યા કરે છે તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧ ૬