Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“સત્ય પુરુષ જાત” કહે છે. ગણધર આ પ્રકારને પુરુષ વિશેષ હોવો જોઈએ, અને આદેય વચનેવાળ હે જઈએ.
(૩) “મેઘાપિ પુણોત ''–-ધારણાવાળી જે બુદ્ધિ છે તેનું નામ “મેધા’ છે. એવી મેધાથી યુક્ત જે પુરુષવિશેષ હોય છે તેને મેધાવિ પુરુષ કહેવાય છે. એ મેધાવિ પુરુષ અન્યની પાસેથી શ્રતનું ગ્રહણ પણ વિશેષ ઝડપથી કરી શકે છે, અને શિષ્યને ઝડપથી કૃત ભણાવી શકે છે. મેધાવી” એટલે છે મર્યાદામાં રહેનારે” એ અર્થ પણ થાય છે. જે પુરુષ પોતે મર્યાદાને પાલન કરનારો હોય છે, તે ગણુને પણ મર્યાદા અનુસાર સારી રીતે ચલાવી શકે છે. માટે જ ગણધર મેષાવિ લેવા જોઈએ.
(૪) બહુશ્રુત પુરુષ જાત-જેનું સૂત્ર રૂપ અને અર્થ રૂપ આગમ પ્રભૂત ( વિશાળ) હોય છે એટલે કે જેને સૂત્રાર્થ રૂપ આગમનું વિશેષ જ્ઞાન હોય એવા પુરુષને બહુશ્રુત પુરુષ કહેવાય છે. એવા બહુશ્રુત અણગાર જ ગણધરના પદને માટે એગ્ય ગણાય છે. જેને શ્રતનું અપજ્ઞાન હોય છે તે ગણન ઉપકારક થઈ શકતું નથી. કહ્યું પણ છે કે
“લીલાળ જાડું હું તોઈત્યાદિ–
અ૫ શ્રતનો જ્ઞાતા હોય એ પુરુષ શિષ્યને જ્ઞાનાદિક સંપત્તિની અધિકાધિક પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે ! શ્રતનું વિશાળ જ્ઞાન ધરાવનાર પરુષ જ શિબૅને જ્ઞાનાદિ રૂ૫ સંપત્તિની વધારેમાં વધારે પ્રાપ્તિ કરાવી શકે છે. માટે જ ગણધર બહુશ્રુતધારી હોવા જોઈએ.
વળી–“હું તો કાર ગળી” ઈત્યાદિ
જે સાધુ અગીતાર્થ હોય છે, તે પિતાને અને પરનો ઉદ્ધાર કરાવવામાં પ્રયાશીલ કેવી રીતે થઈ શકે છે! એટલે કે તે તેમ કરવાને સમર્થ થત નથી. અપકૃત સાધુની અધીનતામાં રહેલ ગણ કદી પણ આ હાર કરવાના કાર્યમાં પ્રયત્નશાળી થઈ શકતા નથી. અ૫ક્ષત સાધુના વચનમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૧૭