Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેના અભાવમાં તે તે અશુદ્ધ-નિરવઘ જ હોય છે. કહ્યું પણ છે કે :
વચણા નશ્વનુરેનિયં” ઈત્યાદિ–
જે કાળે જે પ્રત્યાખ્યાન કરવાનું સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે, તે કાળે શ્રદ્ધાપૂર્વક તે પ્રત્યાખ્યાન કરનારના પ્રત્યાખ્યાનને શ્રદ્ધાનશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. જે પ્રત્યાખ્યાન વિનયની અપેક્ષાએ શુદ્ધ હોય છે, તે પ્રત્યાખ્યાનને વિનય શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. જે પ્રત્યાખ્યાનમાં વિનયનો અભાવ હોય છે-વિનયની અપેક્ષાએ અશુદ્ધ હોય છે, તે પ્રત્યાખ્યાનને અશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. એ જ પ્રમાણે આગળ પણ જે જે પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમાં પણ તે વિષયના અભાવમાં અશુદ્ધતા સમજવી. વિનયશુદ્ધ પ્રત્યાખ્યાનના વિષયમાં એવું કહ્યું છે કે “ક્રિમણ વિરોહિં” ઈત્યાદિ–
મન, વચન અને કાયની અપેક્ષાએ ગુમ થયેલ પુરુષ-મનો ગુણિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત પુરુષ-જે કુતિકર્મની હીન વિશદ્ધિ પણ કરતે નથી અને અધિક વિશુદ્ધિ પણ કરતા નથી, તે તે વિનયશુદ્ધ પ્રત્યાખ્યાનવાળે ગણાય છે. અનુભાષણ શુદ્ધપ્રત્યાખ્યાન-જ્યારે ગુરુ દ્વારા “ વોસિરે” આ પદ કહેવામાં આવે ત્યારે શિષ્ય “ વોસિરા”િ આ પદ લે છે. આ પ્રકારન અનુકથનને અનુભાષણ કહે છે. આ અનુભાષણથી જે પ્રત્યાખ્યાન શુદ્ધ હેય છે, તે પ્રત્યાખ્યાનને અનુભાષણશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે “અનુમાન ગુરાયાં ઇત્યાદિ--
અક્ષર, પદ અને વ્યંજનની અપેક્ષાએ પરિશુદ્ધ એવું જે ભાષણ (વ્યાખ્યાન) ગુરુ કરે છે, તે ભાષણ સાંભળીને તેમની સમક્ષ ઊભા થઈને વિનયપૂર્વક બે હાથ જોડીને જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તેને અનુ. ભાષણ શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. ગુરુ જ્યારે “વોલિસે પદનો ઉચ્ચાર કરે ત્યારે પ્રત્યાખ્યાન ધારણ કરનાર “ વોસિરામિ” પદને ઉચ્ચાર કરીને આ પ્રકારના પ્રત્યાખ્યાન લે છે.
અનુપાલના શુદ્ધ--ગૃહીત વ્રતનું પરીષહ અને ઉપસર્ગો આવી પડે તે स्था०-३५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૮