Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ ચલાયમાન ન થતાં પાલન કરનારના પ્રત્યાખ્યાનને અનુપાલના શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે જંતારે સુખિલે” ઈત્યાદિ––
ભયંકર ગહન વનમાં અટવાઈ ગયા હોય, દુભિક્ષને કારણે ભૂખે મરવને પ્રસંગ આવી પડ હોય, ભયંકર રોગમાં જકડાયા હોય, ત્યારે પણ જે માણસ પોતે ગ્રહણ કરેલા વ્રતને દઢતાપૂર્વક પાળે છે, એવા માણસના પ્રત્યાખ્યાનને અનુપાલના શુદ્ધ પ્રત્યાખ્યાન કહેવાય છે.
જે પ્રત્યાખ્યાન રાગદ્વેષ અને આલેક પરાકની આશંસા રૂપ વૃત્તિ રાખ્યા વિના કરવામાં આવે છે, એવાં નિરવદ્ય પ્રત્યાખ્યાનને ભાવશુદ્ધ પ્રત્યા
ખ્યાન કહે છે. કહ્યું પણ છે કે “રાજ ૪ રોજ ૨” ઈત્યાદિ--જે પ્રત્યાખ્યાન રાગ અને દ્વેષના પરિણામથી દૂષિત હેતા નથી, તે પ્રત્યાખ્યાનને ભાવવિશુદ્ધ કહેવાય છે. છે સૂ. ૨૮ |
પ્રતિકમણ કે સ્વરૂપના નિરૂપણ
પ્રત્યાખ્યાન કરનાર પુરુષને કયારેક અતિચાર લાગવાનો સંભવ રહે છે. તે અતિચારેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવામાં આવે છે. તેથી હવે સૂત્રકાર પ્રતિકમણના પાંચ પ્રકારનું કથન કરે છે.
Fવિષે પરિક્રમને પum” ઈત્યાદિ--
પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–-(૧) આસવદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિકમણ, (૩) કષાય પ્રતિક્રમણ, (૪) વેગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ.
શુભ ચેમાંથી અશુભ માં પહોંચેલા આત્માનું ફરીથી શુભ ગમાં આવવું તેનું નામ પ્રતિકમણ છે. કહ્યું પણ છે કે “સ્થાના ચત્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૯