Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઋદ્ધિમાન્ કહેવામાં આવે છે. એવા ઋદ્ધિમાન પુરુષાના અર્હત આદિ પૂર્વોકત પાંચ પ્રકારે સમજવા, ‘ જલ્લ' એટલે ‘મળ’તે જલ્લજ જ્યારે ઔષધિ રૂપ બની જાય છે, ત્યારે તેને જલ્લૌષધિ કહે છે. શાપ અને અનુ. ગ્રહનુ જે સામર્થ્ય છે તેનું નામ આશીવિષ લબ્ધિ છે. એકી સાથે સમસ્ત શબ્દોને શ્રવણુ કરવાની શક્તિ જે ઋદ્ધિને લીધે પ્રાપ્ત થાય છે, તે ઋદ્ધિને સ ́ભિન્નશ્રોતૃત્વ ઋદ્ધિ કહે છે. જે મુનિ સદ્ભવાસનાથી યુકત અન્તઃકરણવાળા હાય છે, તેમને ભાવિતાત્મા અણુગાર કહે છે. ઉપર્યુકત પાંચમાંથી જે શરૂ. માતના ચાર મનુષ્ચા છે તેમનામાં અવાદિની અપેક્ષાએ અને યથા સ`ભવ આમૌષધિ આદિની અપેક્ષાએ ઋદ્ધિમત્તા સમજવી જોઇએ અને જે પાંચમે પ્રકાર છે તેમાં આામશોષધિ આદિની અપેક્ષાએ જ ઋદ્ધિમત્તા સમજવી. સૂ. ૫ પાંચમાં સ્થાનકના બીજો ઉદ્દેશક સમાસ ૫
૩૦
અસ્તિકાયકે સ્વરૂપકા નિરૂપણ
પાંચમા સ્થાનના ત્રીજે ઉદ્દેશા
પાંચમાં સ્થાનના ખીન્ને ઉદ્દેશક પૂરા થયા. હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકના પ્રારભ કરે છે. આ ઉદ્દેશકના આગલા ઉદ્દેશક સાથે આ પ્રકારના સંબધ છે. આગલા ઉદ્દેશકમાં જીવધર્મોની પ્રરૂષણા કરવામાં આવી છે, હવે આ ત્રીજા ઉદ્દેશામાં અજીવ અને જીવધર્મોની પ્રરૂપણા કરવાની છે. ખીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશકના પહેલા સૂત્રના સબધ આ પ્રકારના છે-ખીજા ઉર્દૂશકના છેલ્લા સૂત્રમાં ઋદ્ધિસ'પન્ન જીવાસ્તિકાય વિશેષનુ કથન કરવામાં આવ્યું હેતું, પરન્તુ અહીં અસખ્યાત પ્રદેશ રૂપ અને અનત પ્રદેશ રૂપ ઋદ્ધિવાળા સમસ્ત સ્તિકાયની પ્રરૂપણા કરવામાં આવે છે.
" पंच अत्थिकाया पण्णत्ता ” ઇત્યાદિ~~
..
ટીકા –પાંચ અસ્તિકાય કહ્યા છે—(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય.
અહીં જે અસ્તિ પદ્મ છે, તે ત્રિકાળનુ વાચક છે. એટલે કે આ ધર્માં સ્તિકાય આદિ પહેલાં હતાં, હાલમાં છે અને ભવિષ્યમાં પશુ હશે જ. પ્રદેશેાની રાશિને 6 કાય • કહે છે. આ રીતે જે અસ્તિ રૂપ કાય છે, તેમને અસ્તિકાય કહે છે. અથવા · અપ્તિ' શબ્દ પ્રદેશના વાચક છે. આ રીતે જે અસ્તિઓની (પ્રદેશેની ) રાશિએ છે, તેમને અસ્તિકાય કહે છે. આ અસ્તિકાયના ધર્મો. સ્તિકાય આદિ પાંચ પ્રકાર છે. તેમની વ્યાખ્યા પ્રથમ સ્થાનમાં આપવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૬૧