Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જવાસ્તિકાય પણ અવર્ણાદિવાળું છે. તેમાં એટલી જ વિશેષતા છે કે દ્રવ્યની અપેક્ષાએ તે અનંત દ્રવ્યસ્વરૂપ છે, કારણ કે પ્રત્યેક જીવ સ્વતંત્ર દ્રવ્ય છે, અને જીવ અનંત છે, તેથી જીવાસ્તિકાયને દ્રવ્યની અપેક્ષાએ અનંત કહ્યું છે તથા તે જીવાસ્તિકાય અરૂપી અમૂર્ત છે, ચેતનાવાળું હોવાથી તે જીવરૂપ છે અને શાશ્વત અવિનાશી છે. ગુણની અપેક્ષાએ તે ઉપગ ગુણ વાળું છે, કારણ કે તે પદાર્થોને જાણવાની વૃત્તિવાળું છે. “પદાર્થોના વિષયમાં જાણવાને તત્પર થવું તેનું નામ જ ઉપયોગી છે. તેથી જ “વિ પ્રાઝિયા
વિનામુઘરિયાઃ ” આ પ્રકારનું ઉપગનું લક્ષણ કહ્યું છે અથવા વસ્તુ પરિછેદ (વસ્તુ વિષયક બેધ) ને માટે જીવ જેના દ્વારા વ્યાપારયુક્ત કરાય છે તે ઉપગ છે. આ ઉપગ જીવના તત્પભૂત એક વ્યાપાર રૂપ હોય છે. તે ઉપયોગના બે પ્રકાર છે – (૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકાર ઉપગ. પર્યાય સહિત સચેતન અથવા અચેતન વસ્તુને જાણવાને માટે આત્માને બેધરૂપ જે વ્યાપાર ચાલે છે તેનું નામ સાકાર ઉપયોગ છે. આ
स्था०-२२ સાકાર ઉપગને સદ્ભાવ છદ્મસ્થ જીવનમાં એક અન્તર્મુહર્ત પર્યન્ત રહે છે અને કેવલીઓમાં એક સમય પર્યન્ત રહે છે. અહીં એવું સમજવું જોઈએ કે છઘાને સાકારપગને કાળ અનાકારે પગના કાળ કરતાં અસંખ્યાત શ છે. કારણ કે પર્યાને જાણવામાં તેને ચિરકાળ વ્યતીત થઈ જાય છે, કારણ કે છઘોને એ જ સ્વભાવ હોય છે. આ જીવ ઉપગરૂપ ગુણ ધર્મવાળે છે, એટલે કે આ જીવ સાકાર અનાકાર રૂપ ચૈતન્યધર્મથી યુક્ત છે.
પદ્રલાસ્તિકાયનું સ્વરૂપ આ પ્રકારનું છે –પુતલાસ્તિકાય શુકલ આદિ પાંચ વર્ષોથી, મધુર આદિ પાંચ રસથી, સુરભિ અને દુરભિ રૂપે બે ગધેથી અને મૃદુ, કર્કશ આદિ આઠ પ્રકારની સ્પર્શથી યુક્ત હોય છે. તે રૂપી–મૂત છે. અજી-અચેતન છે, શાશ્વત અવસ્થિત છે અને લકદ્રવ્ય છે. એટલે કે સમસ્ત લેકમાં વ્યાપેલું છે. દ્રવ્યાદિના ભેદથી તે પુદ્ગલાસ્તિકાયના પાંચ ભેદ કહ્યા છે. દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યાત્મક છે, ક્ષેત્રની અપેક્ષાએ તે લેકપ્રમાણ છે, કાળની અપેક્ષાએ તે સૈકાલિક છે. એટલે જ સૂત્રકારે “ જરાક વાલી” આ સૂત્રપાઠ દ્વારા તેનું ત્રણે કાળમાં અસ્તિત્વ હેવાનું પ્રતિપાદન કર્યું છે. ભાવની અપેક્ષાએ તે વર્ણ, ગ, રસ અને સ્પર્શથી ચુક્ત છે, અને ગુણની અપેક્ષાએ તે ગ્રહણ ગુણવાળું છે, એટલે કે ઔદારિક શરીરાદિ રૂપ ગ્રાહ્યતા અથવા ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્યતા અથવા વર્ણાદિથી યુક્ત હવાને કારણે પરસ્પર સંબંધ રૂપતા જ જેનો ગુણધર્મ છે એવું ગ્રહણ ગુણવાળું તે છે. એટલે કે તે સડવું, પડવું વગેરે ધર્મવાળું છે. આ પ્રકારનું પુતલાસ્તિકાયનું સ્વરૂપ કહ્યું છે. જે સૂ. ૧ /
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૬૫