Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવું નથી અને ભવિષ્યકાળમાં પણ કઈ સમય એવો નહીં હોય કે જ્યારે તેનું અસ્તિત્વ નહીં હેય. એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં તે અનુક્રમે હતું, છે અને રહેવાનું જ છે.
આ રીતે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે, તે કારણે તેને ધ્રુવ કહ્યું છે. યુવતા એક સૂષ્ટિની અપેક્ષાએ પણ સંભવિત હોય છે, તેથી તેને નિયત” વિશેષણ લગાડયું છે. આ ધર્માસ્તિકાય સદા એક જ રૂપે સ્થિત છે. નિયતતા અનેક સુષ્ટિની અપેક્ષા એ પણ સંભવી શકે છે, તેથી તેને શાશ્વત વિશેષણ લગાડ્યું છે. તેને ક્ષય થતું નથી તેથી તેને અક્ષય કહ્યું છે. અથવા તેને કાયમ સદ્દભાવ રહે છે તેથી તેને અક્ષય કહ્યું છે. આ ધર્માસ્તિકાય અવ્યય (અવિનાશી) છે, કારણ કે કેટલાક પર્યાનું ગમન થઈ જવા છતાં પણ તે અનન્ત પર્યાયવાળું હોવાથી કદી પણ વિનષ્ટ થતું નથી. તથા આ ધર્માસ્તિકાય અક્ષય અને અવ્યય હોવાથી સર્વદા સ્થિતિશીલ હોવાને કારણે તેને અવસ્થિત કર્યું છે. આ પ્રકારે તે સામાન્ય રૂપે નિત્ય છે. અથવા જે કારણે આ ધર્માસ્તિકાય વૈકાલિક છે, એ જ કારણે તે ધ્રુવ છે, નિયત (એક રૂપ) છે, શાશ્વત ( પ્રતિક્ષણ વિદ્યમાન) છે, અને તેથી જ તે અક્ષય છે, અવયવિ દ્રવ્યની અપેક્ષાએ તે ક્ષયરહિત છે અથવા અક્ષત (પરિપૂર્ણ ) છે, તથા અવયવની અપેક્ષાએ અવ્યય છે, નિશ્ચલ હોવાને કારણે તે અવસ્થિત છે. તે કારણે તે વવ આદિ વિશેષણવાળું છે, તે કારણે જ તે નિત્ય છે. ભાવની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શથી રહિત છે
- હવે આ ધર્માસ્તિકાયના કાર્યનું નિરૂપણ કરવામાં આવે છે—જેવી રીતે પાણીમાં ગતિ કરનારા માછલાં એને પાણીમાં ગતિ કરવામાં જળ સહાયક બને છે, એ જ રીતે ગતિક્રિયા પરિણુત જીવ અને પુલોને ગમન કરવામાં આ ધર્માસ્તિકાય સહાયભૂત બને છે. તેથી તેને ગમનરૂપ ગુણકાર્યવાળું કહ્યું છે અથવા અમનમાં જેના દ્વારા ઉપકાર ( સહાયતા) થાય છે તેને ગતિગુણ કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪
૬ ૩