Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જતના પૂર્વકની જે પ્રવૃત્તિઓ છે તેમનું નામ સમિતિ છે. અથવા શોભન એકાગ્ર પરિણામવાળા એની જે પ્રવૃત્તિઓ છે, તેમનું નામ સમિતિ છે. ચાલતી વખતે જનતાપૂર્વક ચાલવું, જીવહિંસા ન થાય એવી રીતે ચાલવું, એવી ગમનની સમ્યક્ પ્રવૃત્તિ કરનાર સાધુની તે પ્રવૃત્તિને ઈસમિતિ કહે છે. જીવરક્ષા માટે સાધુએ ચાલતી વખતે યુગપ્રમાણ (ધૂસરી પ્રમાણ) ભૂમિનું નિરીક્ષણ કરતાં કરતાં આગળ ચાલવું જોઈએ.
સાવદ્ય વચનના પરિત્યાગપૂર્વક નિરવા, હિત, મિત અને અસંદિગ્ધ વચન બોલવું તેનું નામ ભાષાસમિતિ છે.
૪૨ દષોથી રહિત આહાર ગ્રહણ કરવાની સાધુની જે પ્રવૃત્તિ છે તેને એષણ સમિતિ કહે છે. ભાંડ (પાત્ર) અને માત્રને લેતી વખતે અને મૂકતી વખતે જે સુપ્રતિલેખના અને સુકમાર્જના આદિ પૂર્વકની પ્રવૃત્તિ થાય છે, તેને આદાન ભાંડામવ નિક્ષેપણ સમિતિ” કહે છે.
મળમૂત્ર, કફ, શિંઘાણ-નાકમાંથી નીકળતો ચીકણો પદાર્થ અને જલ ( શરીરનો મેલ) ના ત્યાગની જે સમ્યફ પ્રવૃત્તિ છે તેનું નામ “પરિક્ષાપનિકા સમિતિ છે. જે સૂ૧૭ છે
થા૦-૨૨
જીવકે સ્વરૂપના નિરૂપણ
નિર્મથે જીવરક્ષાને નિમિત્તે જ પાંચ સમિતિઓથી યુક્ત હોય છે, તેથી હવે સત્રકાર જીવના સ્વરૂપનું કથન કરે છે.
વવિદા સંસારનrar” ઈત્યાદિટીકાર્થ-નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના ભને ભેગવવા તે ભમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. જેઓ આ સંસારમાં ઉપર્યુક્ત કઈ પણ ગતિનું જીવન જીવી રહ્યા છે તેમને સંસાર સમાપન્નક કહે છે. એટલે કે ભવવત જીવને સંસાર સમાપક કહે છે. તેમના એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના પાંચ ભેદ કહ્યા છે. તે પ્રત્યેક પંચગતિક અને પંચ આગતિક હોય છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. “pffiતિ vજારૂચા” ઈત્યાદિ–
જે જીવેને એક માત્ર સ્પર્શેન્દ્રિયને જ સદૂભાવ હોય છે, તેમને એકે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૯૫