Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે લેપ કર્યા વગરના ઢાંકણાવાળા વાસણમાં રાખેલા, રેતી રાખ આદિમાં રાખેલા વટાણુ, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચેળા, તુવેર, ચણા આદિ ધાન્યની અંકુત્પિાદન શક્તિ કેટલા કાળની કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર–-હે ગૌતમ! વટાણા આદિ આ ૧૦ પ્રકારના ધાન્યની અત્પાદન શક્તિ ઓછામાં ઓછા એક અન્તર્મુહર્ત પ્રમાણ કાળની અને અધિકમાં અધિક પ ચ વર્ષ સુધીની હોય છે. ત્યારબાદ તેની અકર-પાદન શક્તિને ક્ષય થઈ જાય છે અને આખરે તેમની તે શક્તિ નષ્ટ થઈ જાય છે, એટલા કાળ બાદ તેઓ અંકુરેપાદન કરવાની શકિતથી રહિત બની જાય છે. એ જ વાત સૂરકારે “ઘોર વીનં મારિ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. એટલે કે પાંચ વર્ષ બાદ તેઓ બીજ જેવા દેખાતાં હોવા છતાં પણ ખરી રીતે અબીજ રૂપ જ બની ગયા હોય છે. કારણ કે તેમને ખેતરમાં વાવવામાં આવે છે તેમાંથી અંકુરો ઉત્પન્ન થતા નથી. તે કારણે હે ગૌતમ! પાંચ વર્ષ બાદ તેમની યોનિને વ્યવ છેદ-ઉત્પાદન શક્તિને વિનાશ કહ્યો છે. એટલે કે તે વટાણુ આદિ ધાન્ય ઉપર્યુક્ત કાળ દરમિયાન અચિત્ત થઈ જાય છે. એ સૂ. ૧૯ છે.
પાંચ પ્રકારસંવત્સરક નિરૂપણ
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે વટાણા, મસૂર આદિ ધાન્યની નિનો પાંચ વર્ષમાં વિનાશ થઈ જાય છે. હવે સૂત્રકાર એ જ સંવત્સર (વ) ના પાંચ પ્રકારનું કથન કરે છે.
“ia સંવઠ્ઠt sonત્તા” ઈત્યાદિ– ટકાર્ય–સંવત્સર પાંચ પ્રકારના કહ્યાં છે–(૧) નક્ષત્ર સંવત્સર, (૨) યુગ સંવ. સૂર, (૩) પ્રમાણે સંવત્સર, (૪) લક્ષણ સંવત્સર અને (૫) શનિશ્ચર સંવત્સર. નક્ષત્ર સંવત્સર બાર નક્ષત્રના માસ રૂપ હોય છે. ચન્દ્રને નક્ષત્ર મંડળને જે ભેગકાળ છે તેને નક્ષત્રમાસ કહે છે. નક્ષત્ર મંડળના ભેગકાળ રૂપ નક્ષત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
८७